Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ઈડરના બડોલીમાં શિક્ષકના બંધ મકાનમાંથી તસ્કરોએ ધોળા દહાડે 1.22 લાખની મતાનો હાથફેરો કર્યો

ઈડર:ના બડોલી ગામના ઉમિયાનગરમાં આવેલા એક બંધ મકાનમાં દિનદહાડે ખાતર પાડી તસ્કરો સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ રકમ મળી રૃપિયા ૧.૨૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે પોલીસે અજાણ્યા તસ્કરો વિરૃદ્ધ ફરિયાદ નોંધી ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ની મદદ વડે તસ્કરો સુધી પહોંચવા પ્રયાસ આરંભ્યા છે. બડોલીની સરસ્વતી સ્કુલમાં પ્રિન્સીપાલ પદે ફરજ બજાવતા ધીમંતકુમાર અમૃતલાલ ભાવસાર નિત્યક્રમ મુજબ તેમનું ઉમિયાનગર વિસ્તારમાં આવેલા ઘર બંધ કરીને સ્કુલમાં ગયા હતા તે દરમિયાન તકનો લાભ ઉઠાવી સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૧૦ના સમયગાળામાં તસ્કરો ત્રાટક્યા હતા. ઘરના પાછળના દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરો લાકડાના કબાટમાંથી ૮૦૦૦૦ની રોકડ રકમ તથા લોખંડના કબાટમાંથી ૩૭૦૦૦ની કિંમતના સોનાના ઘરેણા તથા ૫૦૦૦ના ચાંદીના સીક્કા મળી કુલ રૃપિયા ૧,૨૨,૦૦૦ની મત્તાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા.

 

 

(5:48 pm IST)