Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

પાલનપુરમાં વૃદ્ધને નિશાન બનાવી બે ગઠિયાએ ચોરીનો પ્રયાસ કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો

પાલનપુર: ખાતે અવાર નવાર તફડંચીના બનાવો પોલીસ દફતરે નોધાયા છે ત્યારે વધુ એક બનાવમાં બે તસ્કરોએ એક વૃધ્ધને નિશાન બનાવી પૈસાની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે લોક જાગૃતિએ બંને ગઠીયા રંગે હાથ ઝડપાઈ જતા લોકોએ બંનેની ધુલાઈ કરી પોલીસને સોંપ્યા હતા. ઘટનાની વિગત જોઈએ તો પાલનપુરના ગુરૃનાનક ચોક ખાતે ગ્રામીણ વિસ્તારના એક વૃધ્ધ ખરીદી કરવા આવ્યા હતા. જો કે રીક્ષામાંથી ઉતરતા વૃધ્ધને લુટીલેવા બે ગઠીયા ઘાત લગાવી બેઠા હતા અને વૃધ્ધ રીક્ષામાંથી ઉતરવા જતા તફડંચી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે વૃધના ખીસ્સામાં રહેલા પ૬ હજાર રૃપિયા સેરવવા જતા બંને ગઠીયા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ધોળે દિવસે બનેલી ઘટનામાં એક બાદ એક લોકો ભેગા થતા ચોરો પ્રત્યેનો ગુસ્સો બેકાબુ બન્યો હતો અને આવતા જતા લોકોએ બંને ગઠીયા પર હાથ સાફ કર્યો હતો. અને તે બાદ બંને ગઠીયાઓને પોલીસ હવાલે કર્યા હતા જો કે બંનેનો પોલીસે કબજો સંભાળી મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

 


 

(5:47 pm IST)