Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

બાંધણીના જેડવાપુરની સીમમાંથી પોલીસે 53 હજારની રોકડ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા

આણંદ:ના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ દ્વારા ગઈકાલે મધ્યરાત્રીના સુમારે બાંધણી ગામના જેડવાપુરા સીમમાં છાપો મારીને શખ્સોને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૫૩ હજર તથા મોબાઈલ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી એસઓજી પોલીસને હકીકત મળી હતી કે, બાંધણી ગામના જેડવાપુરા ખાતે રહેતો અલ્પેશભાઈ મફતભાઈ સોલંકી માણસો એકત્ર કરીને જોગણી માતાના મંદિર પાસેના ખેતરમાં પત્તા પાનાનો હારજીતનો જુગાર રમાડી રહ્યા છે જેથી પીઆઈ વી. કે. ગઢવી અને સ્ટાફના જવાનોએ છાપો મારતાં અલ્પેશભાઈ, હિમાંશુ ચંદુભાઈ સોની (વિદ્યાનગર), રામાભાઈ દેસાઈભાઈ પરમાર (કાસોર), પ્રવિણભાઈ છોટાભાઈ સોલંકી (કરમસદ), નગીનભાઈ કાન્તીભાઈ સોલંકી (જેડવાપુરા)તથા રાજેન્દ્રભાઈ ઈશ્વરભાઈ સોલંકી (જેડવાપુરા)ઝડપાઈ જવા પામ્યા હતા. 

પોલીસને દાવ પરથી તેમજ અંગજડતીમાંથી ૫૩ હજાર તથા ૧૩૫૦૦ની કિંમતના મોબાઈલ સાથે કુલ ૬૬૫૦૦નો મુદ્દામાલ મળી આવતા તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(5:47 pm IST)