Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રણાસર નજીક ફેકટરીમાં દરોડા પાડી પાંચ શખ્સોને 48 હજારની મતા સાથે દબોચ્યા

ખેડા:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લીંબાસી નજીક આવેલા રણાસર ગામની એક ફેક્ટરી નજીક દરોડો પાડીને પાંચ શખ્સોને ૪૮ હજારની રોકડ રકમ તથા પાંચ મોબાઈલ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 


ખેડા એલસીબી પોલીસને માહિતી મળી હતી કે લીંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સીમા ફેક્ટરી નજીક ખુલ્લી જગ્યામાં જાસ્મીનભાઇ પટેલ નામનો ઇસમ તીનપત્તીનો જુગાર રમાડે છે. જેનાઆધારે પોલીસે દરોડો પાડતાં જસ્મીનકુમાર રાજેન્દ્રકુમાર પટેલ, હસમુખભાઇ રણછોડભાઇ પટેલ, ભરતભાઇ ચીમનભાઇ પટેલ, રૂચીલકુમાર ઉર્ફ્ે ટીનો (તમામ રહે. લીંબાસી તથા ઉદયકુમાર ગીરીશભાઇ પટેલ (રહે. સોજીત્રા ટાવર પાસ)ેનાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. 

દાવ પરથી રોકડા ૩૪૦૦ તમામ આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રૂપિયા ૪૪,૭૦૦, તથા પત્તા પાના તથા ભુરા કલરનું પ્લાસ્ટીકનું મીણીયુ તેમજ મોબાઇલ નંગ ૦૫ કિંમત રૂપિયા ૩૨,૫૦૦ મળી કુલ રૂપિયા ૯૦,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને લીંબાસી પોલીસ મથકે જુગારધારાની કમલ મુજબ કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(5:47 pm IST)