Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

વાહનોમાં હાઈસિકયોરીટી નંબર પ્લેટ ફીટ કરવાની મુદ્દત ૩૦ એપ્રિલ સુધી લંબાવાઈ

અમદાવાદ : રાજયમાં રસ્તા પર ફરતા જૂના વાહનોમાં હાઈ સિકયોરીટી નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવાની મુદ્દત વધારવામાં આવી છે. નંબર પ્લેટ લગાવવાની મુદ્દત ૩૧ માર્ચે પૂર્ણ થતી હોવાથી તેને ૩૦ એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. લગભગ ૧ કરોડથી વધુ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાથી વાહનવ્યવહાર વિભાગ દ્વારા મુદ્દત લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ હજુ ૨૫ લાખ જેટલા વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરવાની કામગીરી બાકી છે. હાલમાં રાજયમાં મોટાભાગના તમામ શહેરોમાં આવેલા ૧૧૪૫ ડીલરોમાંથી ૭૨૩ એટલે કે ૬૩ ટકા ડીલરોને આ કામગીરી નીચે આવરી લેવામાં આવ્યા છે. ડીલર કક્ષાએથી એચ.એસ.આર.પી. ફીટ કરાવવાની કિંમત નક્કી કરવામાં આવી છે.(૩૭.૬)

(11:46 am IST)