Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

બળાત્કારના ગુનામાં સજાની માફીનો સરકારને અધિકારઃ ગુજરાત હાઇકોર્ટ

નવી દિલ્હી તા. ૨૪ : ગુજરાત હાઈકોર્ટ બળાત્કારના ગુનાઓમાં થયેલી સજાનીઙ્ગમાફી માટે કોર્ટ નિર્ણય લઇ શકે નહી તેવો મહત્વપૂર્ણઙ્ગ ચુકાદોઙ્ગઆપ્યો છે.

ચકચારી બીજલ જોશી બળાત્કાર કેસમાં સજા પામેલા કેદીની સજામાં રેમીશન આપવાની માંગ સાથે થયેલી અરજીમાં હાઈકોર્ટે અવલોકનઙ્ગકર્યું છે કે દોષ પુરવાર થયા બાદ આરોપીનેઙ્ગસજા કર્યા બાદ તે સજાને માફ કરવી કે નહિ તે માત્ર સરકારનો અધિકાર છે. કોર્ટ સરકારના આ અધિકારક્ષેત્રમાં દખલ કરી ન શકે.

હાઈકોર્ટે એવી પણ ટકોર કરી છે કે, બળાત્કારના દોષિતો સમાજ માટે દુષણ છે. બળાત્કાર, દહેજ અને ઘરેલુ હિંસાના કેસોમાં કુણું વલણ દાખવવું અયોગ્ય છે. કેદીઓ પ્રત્યેનું નરમ વલણ સમાજમાં વિપરીત અસર પાડે છે.કેદીઓના સુધાર માટે સજા માફી આપી શકાય, પણ કઈ કઈ કેટેગરીના કેદીઓની સજા માફ કરવી તે પણ સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે.કેદીઓની સજામાફી અંગેની અરજીઓ સરકાર લાંબા સમય સુધી પેન્ડિંગ ના રાખેએ હિતાવહ છે.

(11:52 am IST)