Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

મહેસાણા:પ્રેમીને પામવા સગીરાએ કર્યું માસુમ દીકરીનું અપહરણ :પોલીસે ગણત્રીની કલાકોમાં જ મુક્ત કરાવી

ફોન કરીને કહ્યું તમારા દીકરાને પ્રેમ કરું છું ,તેના લગ્ન બીજે ગોઠવ્યા એટલે તમારી પૌત્રીને લઇ જાવ છું :પરિવાર ચોંક્યો

 

મહેસાણા :મહેસાણામાં પોતાના પ્રેમીને પામવા એક સગીરાએ માસુમ બાળકીનું અપહરણ કરતા ચકચાર જાગી છે પોતાના પ્રેમીના લગ્ન અન્ય યુવતી સાથે થવાના હોઈ તેને પામવા માટે સગીર પ્રેમીકાએ પોતાના પ્રેમીના ભાઈની વર્ષની માસુમ દીકરીનું શાળામાંથી અપહરણ કરી લેતાં મહેસાણાનું પોલીસ તંત્ર દોડતું થયું હતું. જોકે પોલીસે ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરીને માત્ર ગણત્રીના કલાકોમાં બાળકીને મુક્ત કરાવી હતી

   મહેસાણા -ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા શહેરની વર્ષની માસુમ દીકરી ગુરૃવારના રોજ સવારે નિત્યક્રમ મુજબ શાળાએ ગઈ હતી અને બપોરના ૧૧.૧પ વાગ્યાના સુમારે તેણીના દાદા પૌત્રીને શાળાએ લેવા ગયા હતા.જ્યાં તેમણે જાણવા મળ્યું હતું કે .૩૦ વાગ્યાના સુમારે અજાણી મહિલા સંબંધી હોવાનું કહીને તેમની પૌત્રીને શાળામાંથી લઈ ગઈ છે.બાદમાં દાદાએ સગાસંબંધીઓને ત્યાં પોતાની પૌત્રી અંગે પુછપરછ કરી હતી પરંતુ તે મળી આવતા સમગ્ર પરિવાર ચિંતામાં પડયો હતો

   દરમિયાન અંદાજે ૧૧.૩૦ વાગ્યાના સુમારે તેમને એક અજાણી યુવતીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હું તમારા દીકરાને પ્રેમ કરૃં છું અને તમે તેના લગ્ન બીજે ગોઠવ્યા હોવાથી હું તમારી પૌત્રીને શાળામાંથી લઈ ગઈ છું.અજાણી યુવતીના આવેલા ફોનથી સમગ્ર પરિવાર ચોંકી ગયો હતો. અને પોતાની પૌત્રીને કોઈ ઉઠાવી ગયું હોવાની ફરિયાદ સાથે -ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. ધોળાદહાડે શાળામાંથી માસુમ બાળાનું અપહરણ થયું હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી શહેરમાં નાકાબંધી કરાવી હતી.

 ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીકે મહેસાણા એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એમ.ડી.ચંપાવતને સુચના આપતાં અપહરણના ચકચારી કેસમાં મહેસાણા -ડીવીઝનની સાથે એસઓજી પોલીસ પણ જોડાઈ હતી.

  મહેસાણા -ડીવીઝનના પીઆઈ ભાસ્કર વ્યાસ, એસઓજી પીઆઈ એમ.ડી.ચંપાવત ની ટીમોએ તપાસનો ધમધમાટ શરૃ કરી ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અપહરણકર્તા સગીર પ્રેમીકાને ઝડપી પાડી વર્ષની માસુમ બાળકીને તેના ચૂંગાલમાંથી છોડાવી પરિવારને સુપરત કરી પોતાની વહાલસોયી નાની દીકરી હેમખેમ પરત મળતા માસૂમ બાળાનાં પરિવારમાં આનંદની લાગણી પ્રસરી હતી

  પ્રેમમાં અંધ બનેલી સગીર પ્રેમીકાએ અપરણનો ગુનો તો આચરી દીધો પરંતુ ગણત્રીના કલાકોમાંજ પોલીસે મોબાઈલ લોકેશન આધારે માસુમ બાળકી અને અપહરણ કરનાર યુવતીને પકડી લીધા હતા અપહરણ કરનાર પ્રેમીકા પણ સગીર છે.તેણે પોલીસ તપાસ દરમિયાન નિવેદન આપ્યું હતું કે અપહરણ કરવાની પ્રેરણા એક ક્રાઈમ શો જોઈને મળી હતી.

  ચકચારી ઘટનાને પગલે મહેસાણા પોલીસે શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોના વાલીઓને અપીલ કરી છેકે બાળક શાળામાં કોઈ અજાણી વ્યક્તિ જાય તો તેની સાથે જાય તેની કાળજી રાખવા અપીલ કરી છે. કારણકે આજની ઘટનામાં અપહરણનો ભોગ બનેલ બાળકીની પરિચિત હોવાની ઓળખ આપી અપહરણ કરાયું હતું. ત્યારે શાળામાંથી પ્રકારે બાળકો કોઈની સાથે જાય તે જોવાની શાળા અને વાલીની બંનેની ફરજ છે.

(10:12 pm IST)