Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

કલોલની કોર્ટમાંથી આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર :કોર્ટનો વરંડો ઠેકીને ભાગી જતા દોડધામ

પોલીસે અપુરતા જાપ્તા સાથે કેદીને કોર્ટમાં રજૂ કરનાર એ.એસ.આઈ સામે ફરિયાદ

 

કલોલની કોર્ટમાં મુદતે આવેલ આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો છે લઘુશંકા બાદ બહાર આવીને મોકો જોઈને કોર્ટનો વરંડો ઠેકી ભાગી ગયો હતો શહેર પોલીસના .એસ.આઈ, સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મુદ્દત ભરવા કાચા કામના ત્રણ કેદીને કલોલની કોર્ટમાં લાવ્યા હતા જયાં એક કેદી લઘુશંકા કરવા કોર્ટના શૌચાલયમાં ગયો હતો તેની સાથે .એસ.આઈ પણ ગયા હતા અને બહાર આવ્યા બાદ કેદી કોર્ટનો વરંડો ઠેકી ભાગી જતા દોડધામ મચી ગઈ હતી. પોલીસે તેનો પીછો કર્યો પણ કેદી હાથમાં આવ્યો નહોતો   બનાવ અંગે પોલીસે અપુરતા જાપ્તા સાથે કેદીને કોર્ટમાં રજૂ કરનાર .એસ.આઈ સામે ફરિયાદ દાખલ કરી છે .

   અંગે મળતી વિગત મુજબ કલોલ કોર્ટમાં ગત રોજ પોલીસ જાપ્તા સાથે કલોલ શહેર પોલીસ મથકના .એસ.આઈ ગાભાજી મંગાજી ગત રોજ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કલોલ કોર્ટમાં મુદ્દત ભરવા કાચા કામના કેદીઓ મંગાજી હિરાજી ઠાકોર તથા જીગ્નેશ મહેશભાઈ પટેલ અને અનિલ ધીરૃભાઈ પટેલને કલોલની કોર્ટમાં લાવ્યા હતા. જયાં કોર્ટની કાર્યવાહી પતી ગયા બાદ ત્રણેય આરોપીઓને સાબરમતી જેલમાં પરત મૂકવાના હતા ત્યારે કાચા કામનો કેદી મંગાજી હિરાજી ઠાકોરએ .એસ.આઈ ગાભાજીને લઘુશંકા કરવા જવાનું કહેતા ગાભાજી કોર્ટ સંકુલમાં આવેલ શૌચાલયમાં મંગાજીને લઘુશંકા માટે લઈ ગયા હતા.ત્યારબાદ લઘુશંકા કરીને બહાર આવેલ મંગાજીએ મોકો જોતા ભાગ્યો હતો અને પળવારમાં કોર્ટ સંકુલનો વરંડો કૂદી નાસ્યો હતો પોલીસ જાપ્તાના માણસોએ તેનો પીછો કર્યો હતો પણ દરમ્યાન ભાગેલો કેદી પલાયન થઈ ગયો હતો.ભાગેલા કેદીને ઝડપી લેવા પોલીસ તંત્રએ ભારે પરસેવો પાડયો પણ કેદી હાથ આવ્યો હતો.

સાબરમતી મધ્યસ્થ જેલથી કાચા કામના ત્રણ કેદીને કોર્ટમાં મુદ્દત અર્થે રજૂ કરવા શહેર પોલીસના .એસ.આઈ ગાભાજી મંગાજી સાથે પોલીસના જવાનો મુકવામાં આવ્યા હતા જેમા શહેર પોલીસના પો.કો. નરેન્દ્રકુમાર મુળજીભાઈ, તથા કલોલ તાલુકા પોલીસના હે.કો.પ્રકાશભાઈ મોહનભાઈ, એલ.આર વિજયકુમાર ભીખાભાઈ અને સાંતેજ પોલીસ મથકનાં અશ્વીનકુમાર ગોવિંદભાઈને ફાળવેલા હતા જેમા તાલુકા પોલીસના જવાનો જાપ્તામાં આવ્યા હતા તેમ છતાં ગાભાજીએ પોલીસના ઉપરી અધિકારીને તેની જાણ કરી હતી અને અપુરતા જાપ્તા સાથે કેદીઓને કોર્ટમાં લાવ્યા હતા આમ પોતાની ફરજમાં બેદરકારી દાખવતા .એસ.આઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કલોલ કોર્ટમાં મુદ્દત માટે લાવવામાં આવેલો કાચા કામનો કેદી મંગાજી હિરાજી ઠાકોર ચોરીના ગુનામાં ઝડપાયો હતો. મંગાજી સામે કલોલ શહેર પોલીસ મથકમાં ચોરીના બે ગુના નોધાયા છે.

કલોલ કોટેમાંથી જાપ્તામાં રહેલ પોલીસકર્મીઓને ધોળે દિવસે તારા દેખાડી છૂમંતર થઈ ગયેલ ચોરીનો આરોપી મંગાજી અગાઉ પણ ઉત્તર ગુજરાત પોલીસના જાપ્તામાંથી ફરાર થવાનું દુઃસાહસ કરી ચૂકેલ છે.કલોલ કડી સહીત ઉત્તર ગુજરાતમાં અંદાજીત ૧પ થી ર૦ જેટલા ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા આરોપી મંગાજી ગઈકાલે પુનઃ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ કાનૂની વ્યવસ્થાની ઈજ્જતને તાર તાર કરી નાંખી છે.

(11:16 pm IST)