Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

સુરતના કપોદ્રામાં ચાર લાખની લૂંટ :બેન્કમાંથી રૂપિયા ઉપાડી નીકળેલ યુવક પાસેથી બેગ ઝૂંટવી લૂંટારુ ફરાર

 

સુરત :કપોદ્રા વિસ્તારમાં બેંકમાંથી 4 લાખ રૂપિયા લઈને નીકળેલા એક યુવક પાસેથી બે બાઈક સવારો રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી લૂંટારુ નાસી છૂટયા હતા  પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

અંગેની વિગત મુજબ કપોદ્રાના ઝડફિયા સર્કલ પાસે આવેલ મેઈન રોડ પરની  બેંકમાંથી એક યુવક બેંકમાંથી 4 લાખ રૂપિયા ઉપાડીને પોતાની એક્ટિવા પર જઈ રહ્યો હતો.ત્યાં અચનાક પાછળથી 2 અજાણ્યા લોકોએ બાઈક પર આવીને અને યુવક પાસેની રૂપિયા ભરેલી બેગ ઝૂંટવીને ભાગી છૂટ્યા હતા. બેગ ઝૂંટવવાના બનાવમાં યુવક એક્ટિવા પરથી નીચે પડી ગયો હતો.

   ઘટનાની જાણ નજીકના પોલીસ મથકે થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને તપાસ હાથ હાથ ધરી હતી.જો કે ઘટનાને અંજામ આપનારા અજાણ્યા બંન્ને શખ્સોની ઓળખ કરવા નજીકના CCTV પણ તપાસ્યા હતા.જો કે હજી સુધી તેમને ઝડપી શકાયા નહોતા.

(11:26 pm IST)