Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ફી નિયમન મામલે શાળાની મનમાની યથાવત :અમદાવાદ જિલ્લાની 40 જેટલી શાળાઓએ FRCમાં દરખાસ્ત જ ના કરી

સરકાર બિલ લાવી અને સુપ્રીમ કોર્ટે શાળા સંચાલકોને આદેશો આપ્યા છતાં સ્થિતિ જૈસે થે જેવી જ રહી

અમદાવાદ ;રાજ્યમાં ફી નિયમન મામલો વધુ પેચીદો બની રહયો છે શાળાના સંચાલકોની મનમાની યથાવત રહેવા પામી છે અને વાલીઓ લાચાર સ્થિતિની અનુભૂતિ કરી રહ્યાં છે ફી નિયમન મુદ્દે રાજ્ય સરકાર બિલ લાવી અને સુપ્રીમ કોર્ટે શાળા સંચાલકોને જરૂરી આદેશો આપ્યા છત્તા અમદાવાદ જિલ્લાની 40 જેટલી શાળાઓએ  FRC સમક્ષ દરખાસ્ત જ કરી નથી  21 માર્ચ રાત્રે 12 વાગ્યા સુધી માં દરખાસ્ત કરવાની હતી પરંતુ અમદાવાદની આ શાળા સંચાલકો એ દરખાસ્ત ન કરી પોતાની મનમાની શિક્ષણ વિભાગ સમક્ષ પણ કરી છે ત્યારે મામલે વાલી મંડળ પણ લડી લેવાના મૂળ માં છે.

   વાલીઓ સાથે ઘર્ષણ અને મનમાની કરતી શાળાઓના સંચાલકો શિક્ષણ વિભાગ સામે પણ જીદે ચડ્યા છે. સુપ્રીમના આદેશ બાદ પણ દરખાસ્ત ન કરનાર શાળાઓમાં  આ બધી શાળાઓ એ વધુ ફી લેવા દરખાસ્ત કરી નથી અને વાલીઓ પાસે આ તમામ સ્કૂલો માતબર ફી પડાવી લેવી છે ત્યારે આ સ્કૂલોઓ એ શુ કરવું છે તે પણ સવાલ છે.

સમગ્ર મામલે ડિઈઓ , શિક્ષણ વિભાગ અને સંચાલકોનું ભેદી મૌન અનેક સવાલો ઉભા કરે છે ત્યારે હાલ તો વિદ્યાર્થીઓ અને વાલીઓને પીસાવાનો વારો આવી રહ્યો છે.

જે સ્કૂલો FRCમાં નથી આવી તે સ્કૂલોને સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ અનુસરવું પડશે. જે સ્કૂલો FRCમાં નથી ગઈ તે શાળાઓ 15, 25 અને 30 હજાર જ ફી લઈ સકશે તે વાતને અમે વળગી રહીશુ.

નામદાર સુપ્રીમ કોર્ટ 21ની તારીખની કટઓફ ડેટ હતી એ FRCની જવાની હતી. ત્યાર બાદ નામદાર સુપ્રીમ કોર્ટમાં જવાની હતી શાળાઓએ FRCમાં જવું પડે. જો કે આ મામલે ડિઈઓ, શિક્ષણ વિભાગ અને સંચાલકો પણ મૌન છે.

FRCમાં દરખાસ્ત ન કરનારી શાળાઓ

ઉદગમ સ્કૂલ, આનંદનિકેતન સ્કૂલ, સત્વ વિકાસ સ્કૂલ, ડીપીએસ સ્કૂલ, તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ, પ્રકાશ સ્કૂલ, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ, ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ, સંત કબીર સ્કૂલ, એશિયા ઈંગ્લીશ સ્કૂલ, ઝાયડ્સ સ્કૂલ, નિરમા વિદ્યાવિહાર

(1:23 am IST)