Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

એટ્રોસીટી એકટમાં આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઇર્કોર્ટમાં પ્રથમ કેસઃ વાડોલ ગામમાં દલીત અને દરબાર વચ્‍ચે જુથ અથડામણમાં જામીન મંજુર

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં એટ્રોસીટી એકટ અંતર્ગત વાડોલ ગામે થયેલ જુથ અથડામણ પ્રકરણમાં હાઇકોર્ટે આગોતરા જામીન આપતા એટ્રોસીટી એકટમાં આગોતરા જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટમાં પ્રથમ કેસ નોંધાયો છે.

પ્રાપ્‍ત માહીતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં આવેલા વાડોલ ગામમાં દરબાર અને દલિત કુટુંબ વચ્ચે થયેલા ઝઘડામાં એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ હતી. દલિત પરિવારનો દીકરો ખુલ્લામાં શૌચ કરતો હોવાના કારણે દરબારોએ વિરોધ ઉઠાવ્યો હતો અને તે બાદ ઝઘડો થયો હતો. પ્રથમદર્શી રીતે હાઈકોર્ટે મામલે જામીન આપી શકાય તેવા અવલોકન કર્યા હતા જે બાદ આપેલા ચુકાદામાં હાઇકોર્ટે આરોપીઓના આગોતરા જામીન મંજુર કર્યા છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989 હેઠળ અપરાધમાં સુપ્રીમ કોર્ટે દિશાનિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પ્રકારના મામલામાં હવે કોઈની સ્વયંસંચાલિતપણે ધરપકડ કરવામાં નહીં આવે. એટલું નહીં પણ ધરપકડ પહેલા આરોપોની તપાસ જરૂરી છે. ધરપકડ પહેલા જામીન પણ આપી શકાય તેમ છે. સુપ્રીમ કોર્ટે માન્યું છે કે એક્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે અને કેસ નોંધાવતા પહેલા ડીએસપી સ્તરના પોલીસ અધિકારી પ્રારંભિક તપાસ કરશે. મામલામાં આગોતરા જામીન પર પણ કોઈ સંપૂર્ણ રોક નથી. કોઈ સરકારી અધિકારીની ધરપકડ પહેલા તેના ઉચ્ચાધિકારીની મંજૂરી જરૂરી હશે.

મહારાષ્ટ્રની એક અરજી પર મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને એમિક્સ ક્યૂરી અમરેન્દ્રશરણની દલીલોની સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આની સુનાવણી દરમિયાન કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. શું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 માટે પ્રક્રિયાત્મક સુરક્ષા ઉપાય કરી શકાય છે.. જેથી બહારી પદ્ધતિઓનો ઉપયોગ થાય નહીં? શું કોઈપણ એકતરફી આરોપને કારણે આધિકારીક ક્ષમતામાં અધિકારીઓ પર કેસ ચલાવી શકાય છે અને જો પ્રકારના આરોપોને ખોટા માનવામાં આવે તો આવા દુરુપયોગ વિરુદ્ધ શું સુરક્ષા ઉપલબ્ધ છે? શું અગ્રિમ જામીન નહીં હોવાની વર્તમાન પ્રક્રિયા બંધારણના અનુચ્છેદ-21 હેઠળ યોગ્ય પ્રક્રિયા છે?

(5:44 pm IST)