Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

કરોડોનાં ખર્ચે હેરિટેજ લૂક મળનાર છે તેવા ભજીયા હાઉસની રસપ્રદ કથા

જેલ થીમ પર લુક અપાશે, આકર્ષક મ્‍યુઝીયમ, ગાંધી થાળી લોકોમાં ખૂબ આકર્ષણ જગાવશે. ડો.કે.એલ એન રાવ :દેશ વિદેશના મહાનુભાવો દ્વારા વાયબ્રન્‍ટ સમિટમાં સ્‍વાદ લેવાયો તેવા મોટું ટર્ન ઓવર ધરાવતા ભજીયા હાઉસ અદભુત ઘરમાં ફેરવાશેઃ રાજ્‍યના મુખ્‍ય જેલ વડા સાથે અકિલાની વાતચીત

રાજકોટ તા.ર૪:  ગુજરાતભરમાં લોકોની દાઢે વળગેલા જેલ કેદીઓ દ્વારા બનતા અને કરોડનું ટર્ન ઓવર ધરાવતા સ્‍વાદિષ્ટ ભજીયાનો અમદાવાદ ખાતે કાર્યરત એવા ભજીયા હાઉસને  હેરિટેજ લુક આપવા તડામાર ત્‍યારીઓ ચાલી રહ્યાનું જેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી ચાલી રહી છે તેવા સિનિયર આઇપીએસ અને રાજ્‍યના મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન. રાવે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

અમદાવાદના આર.ટી.ઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા  જેલ ભજીયા હાઉસ ને નવો હેરિટેજ લુક આપવામાં આવશે. આર.ટી.ઓ સર્કલ ખાતે નવીનીકરણ થનાર અદ્યતન ત્રણ માળનું જેલ ભજીયા હાઉસ હેરિટેજ લુક સાથે નવા રંગરૂપમાં તૈયાર કરવામાં આવશે, જે આશરે રૂા.ર.૪૦ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે.

આ નવા ભજીયા હાઉસના ગ્રાઉન્‍ડ ફલોર પર સેલરૂમ અને કેદીઓ દ્વારા બનાવેલ ભજીયાનું વેચાણ કરવામાં આવશે. જ્‍યારે પહેલા માળ પર જેલના કેદોઓ દ્વારા ભોજન બનાવાશે, જેમાં સ્‍પેશિયલ ગાંધી થાળી લોકોમાં આકર્ષણનું નવું કેન્‍દ્ર બની રહેશે.

 બીજા માળ પર આઝાદીના સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્‍મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્‍તુરબા, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્‍ય તિલક જેવા સ્‍વાતંત્‍યસેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્‍યુઝિયમ બનાવવામાં આવશે.

નવા નિર્માણ પામનાર જેલ ભજીયા હાઉસમાં જેલર-કેદીઓ તથા જેલની અંદરના માહોલની થીમ જોવા મળશે.

 પહેલા માળ પર જેલના કેદીઓ દ્વારા ભોજન બનાવાશે, જેમાં સ્‍પેશિયલ ઁગાંધી થાળીઁ લોકોમાં આકર્ષણનું નવું કેન્‍દ્ર બની રહેશે.

બીજા માળ પર આઝાદીના સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્‍મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્‍તુરબા, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્‍ય તિલક જેવા સ્‍વાતંત્‍યસેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્‍યુઝિયમ બનાવવામાં આવશે.

નવા નિર્માણ પામનાર જેલ ભજીયા હાઉસમાં જેલર-કેદીઓ તથા જેલની અંદરના માહોલની થીમ જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના સમયમ ઁજેલ ભજીયા હાઉસને સાબરમતી મધ્‍યસ્‍થ જેલની બાજુમાં ખસેડવામાં આવેલ છે. આ ઉપરાંત આર.ટી.ઓ સર્કલ ખાતે નવા તૈયાર થનાર ભજીયા હાઉસની બિલ્‍ડિંગનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલુ છે. અમદાવાદના જેલ ભજીયા હાઉસ ખાતે કેદીઓ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ રૂ.૮૬.૪૭ લાખનું ટર્ન ઓવર કરવામાં આવ્‍યું છે.

જેલ ભજીયા હાઉસના નવીનીકરણનું કાર્ય રાજ્‍યના જેલ વડા શ્રી ડો.કે.એલ.એન રાવના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.

(11:58 am IST)