Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

હેરિટેજ અમદાવાદ સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે :ગૃહમંત્રી અમિત શાહ

અમિત શાહે સ્ટેડિયમની ખાસિયતો ગણાવી : છ મહિનામાં ઓલમ્પિક, એશિયાડ અને કોમનવેલ્થ જેવી ઇવેન્ટ્સનું આયોજન થઈ શકે છે : ગૃહમંત્રી અમિત શાહ

અમદાવાદ,તા.૨૪ : દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન અમદાવાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ એલાન કર્યું કે આ સ્ટેડિયમનનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હશે. નોંધનીય છે કે આ સ્ટેડિયમ પર બુધવારથી ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પિક્ન બોલ ડે-નાઇટ ટેસ્ટ રમાવા જઈ રહી છે. ગૃહ મંત્રી અમિત શાહે એલાન કર્યું કે અમે અહીં એવા પ્રકારની સુવિધા કરી દીધી છે કે ૬ મહિનામાં ઓલમ્પિક, એશિયાડ અને કોમનવેલ્થ જેવી ઇવેન્ટ્સનું આયોજન થઈ શકે છે.

          હે હેરિટેજ શહેર અમદાવાદને હવે સ્પોર્ટ્સ સિટીના નામથી ઓળખવામાં આવશે. અમિત શાહે જાહેરાત કરી કે સ્ટેડિયમની પાસે જે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બની રહ્યું છે તેને સમગ્ર વિસ્તારમાં ૨૦ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે જેમાં અલગ-અલગ સ્પોર્ટ્સ માટે વ્યવસ્થા હશે. અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જેનું સપનું જોયું હતું તે હવે પુરું થયું છે. નવા સ્ટેડિયમને દુનિયાના સૌથી મોટા અને સૌથી હાઇટેક સ્ટેડિયમ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે, હું નરેન્દ્ર મોદીની સાથે લાંબા સમયથી કામ કરી રહ્યો છું. તેઓએ હંમેશા યુવાઓને રમત-ગમત માટે પ્રોત્સાહિત કર્યા છે. ખેલો ઈન્ડિયા યોજના હેઠળ આ વિઝનને ગામ-ગામ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.

(9:27 pm IST)