Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

સુરત : ગેસની બોટલોમાં ઓછા વજન બદલ ચંદન ગેસ સર્વિસને દંડ

સુરત અને તાપી જિલ્લાના 2549 વેપારી એકમોની ચકાસણી:મુંદ્વાકનની કામગીરી હાથ ધરી રૂ.28,64,967ની સરકારી ફી વસુલ

સુરત : ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીંડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે

સૂરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોએ જાન્યુઆરી-2021 દરમિયાન તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષા અધિકારી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના નિરીક્ષકો દ્વારા વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ 41 વેપારી/એકમો સામે કેસ કરી રૂ.14,600નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સુરત અને તાપી જિલ્લાના 2549 વેપારી એકમોની ચકાસણી અને મુંદ્વાકનની કામગીરી હાથ ધરી રૂ.28,64,967ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. વધુમાં બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આનંદ મહલ રોડ, અડાજણ ખાતે 17 વેપારી એકમો પાસેથી પ્રોશીકયુશન કેસ કરી રૂ.7300નો દંડ તથા તાપી જિલ્લાના વ્યારાના માયાપુર ખાતે 15 વેપારીઓ એકમો સામે કેસ કરી રૂ.4300નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.

પુણાગામના ગ્રાહકની ફરિયાદ મુજબ વરાછાની ટેકહોમ સેલ્સ દ્વારા ડેમોનું ફ્રિજ વેચાણ કરતા આ ફ્રીજ બદલી આપવામાં આવ્યું હતું. તેમજ રૂ.7126 પરત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઓલપાડ તાલુકાના માસમા ગામ ખાતે આવેલી ચંદન ગેસ સર્વિસ દ્વારા ઓછા વજનવાળા ગેસ બોટલો ગ્રાહકોને આપવા બદલ ધી લીગલ મેટ્રોલોજી એકટ-2009 અન્વયે કાર્યવાહી કરી રૂ.7500નો દંડ કરવામાં આવ્યો હતો

સુરત જિલ્લાના ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડીટીઝ તથા ગ્રાહક સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-2, એ-બ્લો ક, ગ્રાઉન્ડર ફલોર અઠવાલાઈન્સ સુરતનો સંપર્ક સાધવા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(9:17 pm IST)