Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

અમદાવાદ:હિંમતનગરના સાયબાપુરમાં યુવાનને નોકરી અપાવવાના બહાને શખ્સે 55 હજાર પડાવી લઇ છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

હિંમતનગર:તાલુકાના સાયબાપુર ગામના એક શખ્સ સાથે દોઢ માસ અગાઉ ત્રણ અજાણ્યા શખ્સોએ ખોટી ઓળખ આપીને ઓનલાઈન રૂ.૫૫,૬૦૦ પડાવી લઈ યુવાનને નોકરી અપાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ સોમવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી.

અંગે સાયબાપુર ગામના રવિન્દ્રસિંહ હઠીસિંહ રાઠોડે નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ બપોરના સુમારે નોકરીની શોધમાં તેઓ ક્વિકર જોબ નામની વેબસાઈટ ખોલીને પોતાનો બાયોડેટા મોકલી આપ્યો હતો. ત્યારબાદ મોબાઈલ નં.૯૭૧૮૪૭૯૪૯૩ પરથી પુજા નામની છોકરીનો ફોન આવ્યો હતો. જેમાં છોકરીએ એચડીએફસી બેંકમાં નોકરી અપાવવાના બહાને ડોક્યુમેન્ટ મોકલવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ બેંકની મુંબઈ સ્થિત બેંકના હેડ તરીકેની ઓળખ આપી અવાર નવાર વાત કરવાનું ચાલુ કરી દીધુ હતુ.

 તેમ જતાં સાયબાપુરના શખ્સને બેંકમાં નોકરી મળી હતી. અને તપાસ કરતા તેઓ છેતરાયા હોવાનું જણાયુ હતુ જેથી રવિન્દ્રસિંહ રાઠોડે ત્રણેય શખ્સો વિરૂધ્ધ સોમવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

(5:09 pm IST)