Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

મેઘરજ તાલુકાના જામગઢ નજીક 38 વર્ષીય શખ્સને ઘર પાસેથી નીકળવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપનાર ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મેઘરજ:તાલુકાના જામગઢ ગામના ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ અસોડા તા. ૨૦--૨૦૨૧ના રોજ તેમના ગામ નજીક પીપળીયા ગામે નરેગાનુ કામ ચાલતુ હોય ગામના લોકો સાથે ગોવિંદભાઇ રાહતના કામે ગયો હતો.

ત્રણેક વાગે કામ પુરૂ થતાં ગોવિંદભાઈ તેમના ગામના વર્ગીસભાઇના ઘર નજીક રસ્તા પર ચાલતો ચાલતો આવતો હતો તેવામાં વર્ગીસભાઇ ગોવિંદને ગાળો બોલી કહેવા લાગેલો કે તને મારા ઘર આગળથી નીકળવાની ના પાડેલ છેતો કેમ નીકળે છે તેમ કહી ગોવિંદને લાકડી ફટકારી હતી. વર્ગીસનું ઉપરાણુ લઇ મહેન્દ્ર અને શૈલેશ તેમજ ગીતાબેન આવી ગોવિંદને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. બુમાબુમ થતાં આજુ બાજુના રહીશો આવી જતાં ગોવિંદને વધુ મારમાંથી બચાવ્યો હતો.

ચારે શખ્સો જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ગયા હતા. ગોવિંદભાઈને ૧૦૮ મારફતે ઇસરી સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જવાયો હતો જે ઘટના અંગે ગોવિંદ લક્ષ્મણ અસોડાઈએ ઇસરી પોલીસ મથકમાં આરોપી વર્ગીસ રત્ના ડામોરમહેન્દ્ર મરતા ડામોરશૈલેશ રણછોડ ડામોરગીતા વર્ગીસ ડામોર તમામ રહે. જામગઢતા. મેઘરજ સામે ફરિયાદ નોંધાવી હતી.

(5:09 pm IST)