Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

મોડાસાના હજીરા વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલ 3 ટ્રકો ઝડપી તજવીજ હાથ ધરવામાં આવી

મોડાસા: શહેરના હજીરા વિસ્તારમાંથી પસાર થતી અને ઓવરલોડ રેતી ભરેલ ટ્રકો ને મામલતદારે ઝડપી લીધી હતી. મોડાસાના મામલતદારે ઝડપી લીધે ત્રણેય ટ્રકોના માલીક સામે કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી આશરે રૂ. લાખ અંકે કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

અરવલ્લી જિલ્લામાં ભૂમાફિયાઓ તંત્રની આંખ આડા કાનની નીતી સામે બેફામ બન્યા છે. જિલ્લામાં ગુનેગારોને જાણે કાયદાનો કોઈ ડર રહયો નથી એવા ગુના,બનાવો આચરાય છેઅને નોંધાય છે. ત્યારે અધિકારી શાહી તંત્રમાં પ્રજા અસલામતી અનુભવી રહી છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિફાઓની રંજાડ વધી છે. રાજસ્થાનના ભૂમાફિયા જિલ્લામાં આવી ફરજ પરના અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી જાય છે અને ખનીજ ચોરી કરતા વાહનો ભગાડી જાય છે. ત્યારે જિલ્લા કલેકટર પ્રશ્નો સામે તંત્રને મજબૂત બનાવે તે જરૂરી છે. મોડાસાના મામલતદાર અરૂણ ગઢવી સહિતની ટીમ દ્વારા ખનીજ ચોરીના વધતા ગુના અટકાવવા ચેકીંગ હાથ ધરાયું હતું. સરકારી ગાડી જોઈ છટકી જતાં આવા તત્વો જે જેર કરવા ખાનગી વાહન લઈ ગોઠવેલ  નાકાબંધી માં માર્ગેથી પસાર થતાં ઓવરલોડ સાદી રેતી ભરેલ ૩ વાહનો ઝડપી પડાયા હતા. ઓવરલોડ ખનીજ વહન કરતા ત્રણે વાહનો ઝડપી તેઓ વિરૂધ્ધ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આશરે રૂ. લાખ દંડ આકારણી ની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું.

(5:09 pm IST)