Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

અને એડી. પોલીસ કમિશ્નર આર.વી.અસારીના માનવીય અભિગમને કારણે પાયલોટ દંપતીના લગ્ન છેલી ઘડીએ રદ થતાં અટકયા

ઈંગ્લેન્ડ અને ભારત ટીમની સુરક્ષા માટે ૨૪ કલાક પહેલા લગ્નનું બુકિંગ કેન્સલ થતાં વિકટ પરિસ્થિત સર્જાયેલ : નિયમનું નાડું પડકી રાખવાને બદલે ક્રિકેટ એસો.ને સમજાવી ટીમની સુરક્ષા વધારાઈ પોલીસ શિરે જવાબદારી લઈ એ જ આઈપીએસ અફસરે શકય બનાવ્યાઃ એક અનોખી કથા

રાજકોટ તા.૨૪: અમદાવાદની જાણીતી હોટેલમાં ઇંગ્લેન્ડ અને ભારતીય ટીમના ઉતારાના કારણે જેમના લગ્નનું બુકિંગ હતું પાઇલોટ દંપતીના લગ્નનું બુકિંગ લગ્નના ૨૪ કલાક પહેલા સુરક્ષાના નામે રદ કરી દેતા વિકટ પરિસ્થિિતિ સર્જાય હતી. આવી વિકટ અને કપરી પરિસ્થિતિને કારણે બન્ને પરિવાર દોડતો થયો અને લગ્નની ખુશી ના સ્થાને ચિંતાની પરિસ્થિત સર્જાતા આવા સંજોગોમાં લોકોની શું હાલત થાય તે સારી રીતે સમજતા  એડી.પોલીસ કમિશનર આર.વી.અસારી જેવા ખૂબ  કોઠા સૂઝ ધરાવતા અધિકારીને કારણે સમગ્ર મામલો નીપટી જવા સાથે લગ્ન  શકાય બન્યા હતા.                         

મોટેરા સ્ટડિયમના ઉદઘાટન પહેલા ભારત અને ઇંગ્લેન્ડ ટીમ વચ્ચેની મેચને કારણે બન્ને ટીમને આ હોટલમાં ઉતારો અપાયો હતો. ઇન્ડિગોમાં પાયલોટ તરીકે ફરજ બજાવતાં આ દંપતિ દ્વારા હોટેલ બુક થઈ હતી.નિયમ મુજબ બન્ને પક્ષના ૨૦૦ લોકોને નિમંત્રણ પણ અપાઈ ગયા હતા.                                         

એક માસ પહેલા બુકિંગ પણ થઈ ગયેલ તેનું બુકિંગ લગ્નના એક દિવસ પહેલા ક્રિકેટ ટીમની સુરક્ષાના નામે લગ્ન બુકિંગ રદ કરી કોઈ દલીલ સ્વિકારી ન હતી.                              

સારા ચોઘડિયા અને સારા મુહર્ત જોઈ લગ્ન નક્કી કર્યા હોવા છતાં આ વિપદા આવતા મૂંઝવણમાં મુકાયેલ પરિવારો દ્વારા સેકટર ,૧ ના એડી. સી.પી. અને માનવીય અભિગમવાળા આઇપીએસ આર.વી.અસારી નો સંપર્ક કરી પોતાની વિતક કથા વર્ણવી.                                     

 છેલ્લી ઘડીએ લગ્નનું સ્થળ ફરે તો એવા પરિવારની શું દશા થાય તે સમજતા તેમને વાર ન લાગી.તેવો એ ગુજરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સમક્ષ આખી પરિસ્થિતિની રજૂઆત કરવા સાથે ક્રિકેટરોની સુરક્ષા વધારી પોતાના સિરે તમામ જવાબદારી લઈ લગ્ન પ્રસંગ ન અટકે તેવી વ્યવસ્થા ગોઠવી આપી.                             

અને આખરે આ કોઠા સૂઝ અને માનવીય અભિગમ ધરાવતાં આઇપીએસ અધિકારીની દરમ્યાનગીરી થી અને પોતાના શીરે જવાબદારી લેવાથી મામલો થાળે પડ્યો.નવદંપતી અને પરિવાર પણ ખુશ ખુશાલ બન્યો અને ફરી વિષાદ ના ભાવને બદલે શરણાઈના શુરો ગુંજી ઉઠ્યા અને  બંને પરિવારો માટે આર.વી.અસારીની કયા શબ્દમાં આભાર માનવો તેની મુંજવણ થઈ હતી.

(2:34 pm IST)