Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

આ તો માત્ર ટ્રેલર...! હવે કોંગ્રેસ વિપક્ષ માટે પણ લાયક નથી રહી : કોર્પોરેશનમાં ભવ્ય જીત બાદ વિજયભાઇ રૂપાણીનો ટોણો

સુરતમાં મતદારોએ કોંગ્રેસનું પુરૂ કરી નાંખ્યુ : સોનિયા- રાહુલને સમ ખાવા હોય તોય કોઇ બચ્યુ નહીં

અમદાવાદ, તા. ર૪ :  ગુજરાતની મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને એક વખત ફરીથી જવલંત વિજય મેળવ્યો છે. મહાનગર પાલિકાની કુલ ૫૭૬ બેઠકોમાંથી ૪૮૦થી વધુ બેઠકો ભાજપે જીતી લીધી છે. ભાજપના ભવ્ય વિજયને ઉજવવા માટે ગઈકાલે ખાનપુર સ્થિત પાર્ટીના જૂના કાર્યાલય ખાતે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતા ભાજપને જીતાડવા બદલ મતદારોનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકર્તાઓની મહેનતને પણ બિરદાવી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યની મહાનગર પાલિકામાં મતદારોએ કોંગ્રેસને એવો જાકારો આપ્યો છે કે, અનેક ઠેંકાણે તેમની ડિપોઝીટો પણ ડૂલ થઈ ગઈ છે. ચૂંટણીમાં અમને પણ દયા આવી જાય તેટલી બેરહેમીથી જનતાએ કોંગ્રેસના મતદારોને માર્યા છે.

કોંગ્રેસે ખેડૂત આંદોલનના, મોંઘવારી અને ભ્રષ્ટાચારના નામે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાની કામગીરી કરી છે. કોંગ્રેસને જાકારો આપીને પ્રજાએ ભાજપની નીતિ અને નિયત પર વિશ્વાસ મૂક્યો છે. સાથે જ દરેક કોર્પોરેટરને જનતાએ ભાજપમાં મૂકેલો વિશ્વાસ એળે ના જાય, તો માટે વર્ષ સુધી સતત સંઘર્ષ કરવા આહવાન કર્યું છે. આજે ભાજપને સાથ આપનારા મતદારોએ આપેલો ચૂકાદો માત્ર ટ્રેલર છે, ૨૦૨૨માં આનાથી પણ વધારે સારૂ પિક્ચર જોવા મળશે.

તકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું કે, ૩૦ વર્ષોથી ગુજરાતની જનતાનો ભાજપ પર અડીખમ ભરોસો છે. ભાજપ વિરોધીની નબળાઈથી નહીં, પરંતુ પોતાના કાર્યોથી જીતે છે. તેમણે પાર્ટીના વિજય બગલ જનતાનો આભાર માન્યો છે.

જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતના આરોગ્ય મંત્રી તરીકે હું રાજ્યને કોરોના મુક્ત કરવા માંગુ છુ. સાથે મારી ઈચ્છા ગુજરાતમાંથી કોંગ્રેસ મુક્ત થાય તેવી છે. અગાઉ મતદાન ઓછું થવાના અહેવાલ બાદ મેં ધારણાં કરી હતી તે મુજબ ભાજપનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસની સ્થિતિ ક્યાંય સારી નથી. સુરતમાં સોનિયાપ્રરાહુલને સમ ખાવા પૂરતાં કોઈ કોર્પોરેટર બચ્યા નથી. ગુજરાતના મતદારોએ બધુ પૂરુ કરી નાંખ્યું છે. કોંગ્રેસના બનાવટી અને ઘસાઈ ગયેલા સિક્કાને જનતાએ નકારી દીધો છે.

(1:20 pm IST)
  • કેરળ સરકારનો મોટો નિર્ણય : સબરીમાલા અને સીએએ વિરોધી સામેના કેસ પાછા ખેચશે : કોંગ્રેસ નેતૃત્વ વાળા યુડીએફએ સરકારના આ નિર્ણયને આવકાર્યો : જયારે ભાજપે ભગવાન અયપ્પાના ભક્તો વિરુદ્ધ કેસ દાખલ કરવા બદલ મુખ્યમંત્રી પાસે માફીની માંગ કરી access_time 12:40 am IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST

  • ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીનું પ્રત્યાર્પણ થશે કે નહીં : લંડન કોર્ટ આપશે ચુકાદો :લંડનની વેડ્સવર્થ જેલમાં બંધ નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કના 12 હજાર કરોડના કૌભાંડનો આરોપી : લંડનના વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ સમક્ષ જેલથી વિડિઓ કોલિંગ મારફત સુનવણી થશે access_time 12:32 am IST