Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

જામનગર, ભાવનગર અને સુરતમાં મેયરપદે મહિલા નિયુક્ત કરાશે : પાલર્મિેન્ટરી બોર્ડની બેઠક મળશે

અમદાવાદમાં પ્રથમ અઢી વર્ષ સુધી સિડ્યુઅલ કાસ્ટના મેયર હશે, બાકીના અઢી વર્ષ માટે મહિલા મેયર

અમદાવાદ : ગુજરાતના છ મહાનગરોની ચૂંટણીમાં ભાજપ્ને ભવ્ય વિજય મળ્યા બાદ મેયરની પસંદગી પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રદેશ પાલર્મિેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં ત્રણ નામની પેનલો પૈકી એકને પસંદ કરીને મેયર પદે નિયુક્ત કરાશે. અનામતના નિયમ પ્રમાણે છ પૈકી પ્રથમ અઢી વર્ષ માટે ત્રણ શહેરોમાં મહિલા મેયર સત્તારૂઢ થશે.

મેયરની પસંદગી જટીલ હોવાનું કારણ મોટાભાગના ઉમેદવારો નવા ચહેરા અને બિનઅનુભવી છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે મેયરપદની પેનલ પર ચચર્િ કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવશે. ઉપરથી સ્વિકૃતિ મળ્યા પછી જે તે શહેરમાં પાર્ટીના મેયરની વરણી કરાશે. એવી જ રીતે મહાનગરના અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવશે.

વિધાનસભાની 2022ની ચૂંટણીને ધ્યાને લઇને મેયર અને અન્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે. અમદાવાદમાં પહેલી ટર્મમાં સિડ્યુઅલ કાસ્ટ માટે મેયરનું પદ અનામત છે અને બીજી ટર્મમાં મહિલા અનામત છે. અમદાવાદમાં ભાજપ્ને 159 અને કોંગ્રેસને માત્ર 25 બેઠકો મળી છે. સુરતમાં પહેલાં મહિલા અને પછી જનરલ કેટેગરીના મેયર આવશે. સુરતમાં ભાજપ્ને 93 અને આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી છે. વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં હશે.

 સુરતમાં મેયર પદ માટે પાટીદાર નેતાની પસંદગી કરાઈ તેવી સંભાવના છે. બીજી તરફ વડોદરામાં પહેલાં જનરલ ઉમેદવાર છે અને બીજી ટર્મમાં મહિલા ઉમેદવાર છે. વડોદરામાં ભાજપ્ને 69 અને કોંગ્રેસને માત્ર સાત બેઠકો મળી છે. રાજકોટમાં પહેલાં ઓબીસી ઉમેદવાર અને બીજીવાર મહિલા ઉમેદવાર છે. રાજકોટમાં ભાજપ 68 અને કોંગ્રેસ માત્ર ચાર બેઠકોમાં છે.

ભાવનગરમાં પહેલા મહિલા અને પછી ઓબીસી ઉમેદવાર રહેશે. આ શહેરમાં ભાજપ્ને 44 અને કોંગ્રેસને આઠ બેઠકો મળી છે. જામનગરમાં પહેલા અઢી વર્ષ માટે મહિલા અને બીજા અઢી વર્ષ માટે શિડ્યુઅલ કાસ્ટના ઉમેદવારને મેયર બનવાની તક મળશે. આ શહેરમાં ભાજપ્ને 50 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે. રાજ્યના છ શહેરોમાં ટૂંકસમયમાં મેયર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

(12:02 pm IST)