Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

અરવલ્લી એલસીબી દારૂ કાંડની તપાસનો ધમધમાટ : અભય ચુડાસમાની પોલીસ અધિકારીઓની સાથે મિટિંગ

દારૂ કાંડની તપાસ અંગે સીટની રચના કરી સાબરકાંઠા ડીવાયએસપી સૂર્યવંશીને સોંપ્યા બાદ ખુદ રેન્જ આઈજી અરવલ્લી પોલીસ ભવનમાં દોડી આવ્યા

અરવલ્લી એલસીબી કારમાં દારૂ વેચવા નીકળી હોવાનો પર્દાફાશ થતા સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચી ગઈ

શુક્રવારે અરવલ્લી એલસીબી જ કારમાં દારૂ વેચવા નીકળી હોવાનો પર્દાફાશ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી જેને લઈ રેન્જ આઇજી અભય ચુડાસમાએ અરવલ્લી એલસીબી દારૂ કાંડની તપાસ અંગે સીટની રચના કરી સાબરકાંઠા ડીવાયએસપી સૂર્યવંશીને સોંપ્યા બાદ ખુદ રેન્જ આઈજી અરવલ્લી પોલીસ ભવનમાં દોડી આવ્યા હતા અને જિલ્લા એસપી સંજય ખરાત અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બીજીબાજુ પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત ચૂંટણી અનુસંધાને પણ રેન્જ આઈજીએ મુલાકાત કરી હોવાનું જણાવ્યું હતું.

શુક્રવારે ગાજણ નજીકથી ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધા પછી કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે એલસીબીને જ દારૂ વેચવાનો શોખ જાગ્યો હતો મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઝડપાયેલ દારૂ રૂરલ પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે એલસીબી કચેરી ખાતે લાવી કેટલીક પેટીઓ ઓફીસની જુદીજુદી રૂમોમાં ઉતારી અને કેટલીક ખાનગી નંબર વગરની ૫ણ વહીવટદારની કારમાં ભરી પહોંચાડવા તજવીજ હાથ ધરી.પરંતુ પાપનો ઘડો છલકાયો હોય એમ કાર પલ્ટી અને મોટું રેકેટ ઝપાડયું હતું જેમાં એલસીબી પીઆઈ આર કે પરમાર,વહીવટદાર શાહરુખ અને ૩ પોલીસકર્મી સામે ગુન્હો નોંધાયો હતો એસપી સંજય ખરાતે ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા જ્યારે પીઆઇ આર કે પરમાર,પોલીસ કર્મી અતુલ ભરવાડ અને વહીવટદાર શાહરુખ પોલીસ પકડથી દૂર છે રેન્જ આઈજી અભય ચુડાસમાએ સોમવારે અરવલ્લી એસપી કચેરીમાં આવેલ એલસીબી ઓફિસની મુલાકાત લીધી હતી અને અરવલ્લી એસપી તેમજ જીલ્લાના પોલીસ અધિકારીઓ સમગ્ર તપાસ અને દિશાનિર્દેશ આપી ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા હતા.

(1:22 am IST)
  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • હૈકરોએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલને બનાવ્યા નિશાન : ઈ-મેલ હૈક કરીને લોકો પાસે માંગી રકમ : પોલીસ તપાસ શરૂ :હૈંકરોએ પૂર્વ ગવર્નર -પૂર્વ કેબિનેટ સચિવ પ્રભાતકુમારનો ઈમેલ આઈડી હૈક કરીને તેના કેટલાય પરિચિતો પાસેથી પૈસા મંગાવ્યા : પૂર્વ રાજ્યપાલ પ્રભાતકુમારે નોઈડા થાના સેક્ટર -39માં ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ હાથ ધરી access_time 12:23 am IST

  • ત્રંબામાં સાંજે પ્રથમવાર મુખ્યમંત્રીની જાહેરસભા : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે રાજકોટ શહેર-જિલ્લાની મુલાકાતે છે. તેઓ આજે સાંજે ૭ વાગ્યે ત્રંબા કસ્તુરબાધામ ત્રંબા ખાતે ભાજપનો પ્રચાર કરશે. ગામમાં મુખ્યમંત્રીની ચૂંટણી સભા પ્રથમ વખત યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભૂપત બોદર ચૂંટણી લડી રહ્યા છે. access_time 4:13 pm IST