Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજ્યની મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમાં પરાજયથી ત્રણ દિગ્ગજ નેતાઓના ભાવિ સામે સવાલ

પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો

અમદાવાદ : ગુજરાતમાં છ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામમાં ભાજપનો ભગવો ફરી લહેરાયો છે. કોંગ્રેસને ખાસ કંઇ ઉકાળી શકી નથી. બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે. જીત બાદ વિજેતા ઉમેદવારોએ જનતાનો આભાર માન્યો હતો. જ્યારે કે પાર્ટીના કાર્યકરોએ આ જીતની ઉજવણી કરી હતી.

મહાનગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસના સુપડા સાફ થયા બાદ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ ચૂંટણીઓ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ માટે આખરી ચૂંટણી બની રહેશે !વિધાનસભાની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. તે વખતથી જ કોંગ્રેસ હાઇકમાન્ડ પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી ભારોભાર નારાજ છે.

પેટાચૂંટણી વખતે જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તો નૈતિક જવાબદારી સ્વિકારી રાજીનામા હાઇકમાન્ડને મોકલી આપ્યા હતાં જે સ્વિકારાયા ન હતાં. જોકે, સાતવ,અમિત ચાવડા અને પરેશ ધાનાણીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારો દેખાવ કરવા વધુ એક તક અપાઇ હતી. પણ કોંગ્રેસમાં કોઇ ઝાઝો ફરક પડ્યો ન હતો

(12:59 am IST)