Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

હવે AAPની ગામડાઓમાં પણ એન્ટ્રી : મહેસાણામાં 35 કિમી લાંબી ટ્રેકટર રેલી

ખેડૂતોના સમર્થનમાં કાઢવામાં રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા કાર્યકર્તાઓ જોડાયા

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસની સાથોસાથ હવે આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં આમ આદમી પાર્ટી તરફથી તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક માટે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની આગેવાનીમાં 35 કિમી લાંબી એક ટ્રેકટર રેલી કાઢવામાં આવી હતી

ખેડૂતોના સમર્થનમાં કાઢવામાં આવેલી આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા કાર્યકર્તાઓ જોડાયા હતા.

આમ આદમી પાર્ટી પણ ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે પ્રયત્નો કરી રહી છે. આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા ગોપાલ ઈટાલીયાએ વિસનગરના તાલુકાનના ગ્રામ્ય વિસ્તારમાં જઈને ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. તેમજ સાંજે સભા ગજવી હતી. વિસનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો, માલધારીઓ તથા દુકાનદારો તરફથી આમ આદમી પાર્ટીને સારૂ એવું સમર્થન મળ્યું છે. આમ આદમી પાર્ટી તરફથી વિસનગર ખાતે મહાસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણી પૂરી થઈ ગયા બાદ 28મી ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તેમજ 81 નગરપાલિકાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો કામે લાગી ગયા છે. માત્ર વિસનગર જ નહીં પણ તળાજા તાલુકાના કઠવા ગામે પણ ગોપાલ ઈટાલિયાએ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો હતો. તેમજ સાંજના સમયે સભા પણ સંબોધી હતી.

આમ આદમી પાર્ટીના મોટા નેતા અરવિંદ કેજરીવાલે આપેલા નારા, એક મોકો આપને પછી જુઓ ગુજરાતને...ને કેન્દ્રમાં રાખીને મસમોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મહાનગર બાદ હવે આમ આદમી પાર્ટીએ ગ્રામ્ય તથા તાલુકા વિસ્તારમાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગોપાલ ઈટાલીયાએ વિસનગરમાં કહ્યું હતું કે, હવે લોકો પરિવર્તન ઈચ્છે છે. એક ઈમાનદાર સરકાર ઈચ્છે છે. વિસનગરના લોકો આમ આદમી પાર્ટીને પૂરતો સહયોગ આપી રહ્યા છે. એટલે તેઓ આમ આદમી પાર્ટીને મત આપશે. બીજી તરફ છ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. મતગણતરી કેન્દ્ર પર જે તે પક્ષના સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટીએ પોતાની બેઠક પર જીત મેળવી છે. ગ્રામ્ય પંથકમાંથી આમ આદમી પાર્ટીને કેવો અને કેટલો સાથ મળે છે એ હવે જોવાનું છે.

(12:57 am IST)
  • યમુના એકસપ્રેસ વે ઉપર મોતનું તાંડવઃ ૭ના જીવ લીધા : આગ્રા-દિલ્હી યમુના એકસ્પ્રેસવે ઉપર એક ટેન્કર બેકાબુ બનતા ઈનોવા કાર સાથે અથડાયેલ અને ૨ મહિલા સહિત ૭ના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. મજીરા-અલીગઢ બોર્ડર ઉપર આ ભયાનક દુર્ઘટના સર્જાયેલ. ઈનોવા કારના ભૂક્કા બોલી ગયા હતા. મૃત્યુ પામેલાની ઓળખ જીંદ-સફીદોંના મનોજ, બબિતા, અભય, હેમંત, કલ્લુ, હિમાદ્રી અને ડ્રાઈવર રાકેશ તરીકે થયા છે. access_time 10:12 am IST

  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST