Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

સુરતના વરાછામાં પોલીસ સ્ટેશન નજીક બ્રિજ નીચેથી યુવાનની ઘાતકી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં અશ્વનિકુમાર રોડ પોલીસ ચોકીની પાછળ બ્રિજ નીચેથી ઉડીયા યુવાનની ઘાતકી હત્યા કરેલી લાશ મળતા પોલીસ દોડતી થઇ ગઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા અશ્વનીકુમાર રોડ પોલીસ ચોકીની પાછળના ભાગે આવેલા બ્રિજ નીચેથી આજે સવારે અજાણ્યા ઉડીયા યુવાનની ઘાતકી હત્યા કરેલી લાશ મળતા વરાછા પોલીસ દોડતી થઇ ગઈ હતી

યુવાનને માથામાં એવી રીતે માર મરાયો હતો કે તેની ખોપડી ફાટી ગઈ હતી. પોલીસ ઉડીયા યુવાનની વધુ ઓળખ માટે તેમજ હત્યા કેમ થઇ તે જાણવા કવાયત કરી રહી છે.

(5:56 pm IST)