Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

અમેરિકાના પ્રમુખ અને ભારતના વડાપ્રધાન ગાંધી આશ્રમ પધારતા વૈદિક મંત્રો દ્વારા સ્વાગત કરતા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ૪૦ ઋષિકુમારો

  અમદાવાદ તા.૨૪ વિશ્વની મહાસત્તા અમેરિકાના પ્રમુખ શ્રી ડ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગાંધી આશ્રમની મુલાકાતે પધારતા, SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ૪૦ ઋષિકુમારોએ વિદ્યાલયના પ્રાધ્યાપક શ્રી ભગીરથભાઇ ત્રિવેદી અને જોષી ચિંતભાઇની આગેવાની નીચે વૈદિક મંત્રો દ્વારા ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે મેમનગર ગુરુકુલથી ૧૨૫ વિદ્યાર્થીઓ, ઘનશ્યામ ભગત અને દેવાંગભાઇ સંગીતકાર ઉપસ્થિત રહ્યા હતા.

(4:07 pm IST)