Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા ભરૂચથી આવેલા દિવ્યાંગ બાળકો સાથે નર્મદા પોલીસ ખડે પગે રહી

કેવડિયા પો.સ્ટે.ના પીઆઇ.પી.ટી. ચૌધરી તેમજ સ્ટેચ્યુના પીએસઆઇ કે.કે.પાઠક દિવ્યાંગ બાળકોને મદદરૂપ બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ વિદેશ ના પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં આવે છે ત્યારે ભરૂચ ના દિવ્યાંગ બાળકો પણ આ લ્હાવો લેવા આવ્યા હોય નર્મદા પોલીસે આ તમામ બાળકોની સાથે રહી સ્ટેચ્યુ બતાવવા માટે મદદરૂપ થઈ ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે પોલીસ પ્રજાના મિત્ર છે તે વાક્ય આ તબક્કે બિલકુલ સાચું સાબિત થયું છે.

  ભરૂચથી આવેલા ૧૦૦ જેવા દિવ્યાંગ બાળકોની સ્ટેચ્યુ જોવાની ઈચ્છા હોય ત્યાના મેનેજમેન્ટના આયોજન બાદ સ્ટેચ્યુ દેખાડવાની તમામ જવાબદારી નર્મદા પોલીસ વડા હિમકર સિંહની સૂચના મુજબ કેવડિયા પીઆઇ પી.ટી. ચૌધરી તેમજ સ્ટેચ્યુના PSI કે.કે. પાઠકે સંભાળતા સ્ટેચ્યુ નિહાળવા આવેલા બાળકો તેમજ સંચાલકો પોલીસની આ મદદરૂપ કામગીરી થી ગદગદિત થઈ ગયા હતા અને પરત ફરતા નર્મદા પોલીસનો આભાર વ્યક્ત કરી તેમની બાળકો પ્રત્યેની લાગણીની પ્રશંસા કરી હતી.

(3:10 pm IST)