Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

નર્મદા જિલ્લાના ધાર્મિક સ્થળો પર દર્શનાર્થે આવતા જતા ભક્તોના અકસ્માતમાં મોતનો સિલસિલો યથાવત

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારામાં બે અકસ્માતોમાં એક બાળક સહિત બેના મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં એક પછી એક ધાર્મિક સ્થળો ઉપર જતા આવતા ભક્તો અકસ્માતમાં જીવ ગુમાવતા હોવાનો સિલસિલો યથાવત હોય રવિવારે જ મહારાષ્ટ્ર ના ચાર વ્યક્તિઓના મોત બાદ નર્મદામાં વધુ બે અકસ્માતોમાં ૨ ના મોત થયા છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા ના દેવમોગરા ગામના કાચા રસ્તા પરના ઢાળ પર એક ટ્રેકટરના ચાલકે પોતાનું ટ્રેકટર પુરઝડપે હંકારી રસ્તા ઉપર ચાલતા રાહદારીઓને અડફેડમાં લઇ શરીરે ઇજાઓ પહોચાડી રાજેશભાઇ ટેડગીયાભાઇ વસાવા રહે.મોવખાડી, તા.અક્કલકુવા, જિલ્લો,નંદુરબાર (મહારાષ્ટ્ર) ને શરીરે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી પોતાનું ટ્રેકટર સ્થળ ઉપર મુકી નાસી ગયો હતો.
  જ્યારે અન્ય એક અકસ્માત ડેડીયાપાડા થી સાગબારા જતા માર્ગ ઉપર થયો જેમાં નાંદોદ ના બામણ ફળીયા માં રહેતા દિનેશભાઇ મીઠીયાભાઇ વસાવા તથા તેમના પત્ની સરસ્વતીબેન દિનેશભાઇ વસાવા પુત્ર દિક્ષીત દિનેશભાઇ વસાવા દેવમોગરા ખાતેના મંદીરે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે દિનેશભાઇવસાવા એ તેમની મો.સા.નં.GJ 22 K 4361ને પુરઝડપે હંકારતા મો.સા.રોડની સાઇડે ઉતારી દઇ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડની બાજુના ઝાડ સાથે અથાડી અકસ્માત કરી પુત્ર દિક્ષીત (ઉં.વ.૧૫)ને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયો હતો પરંતુ સારવાર દરમીયાન દીક્ષિતનું મોત થયુ હતું જ્યારે અકસ્માતમાં દિનેશભાઇ અને સરસ્વતી બેન ને ઇજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા.આમ બે અકસ્માત માં એક બાળક અને એક વ્યક્તિ ના મોત બાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(3:09 pm IST)