Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

નમસ્તે ટ્રમ્પ : ગાંધીનગર જિલ્લાની 300 એસટી બસ ટ્રમ્પના કાર્યક્રમમાં મુકતા મુસાફરોને હાલાકી

ડેપો પર સ્પષ્ટ નોટિસ બોર્ડ લગાડી દેવાયું : જિલ્લાના મુસાફરો ને પરેશાની

ગાંધીનગર : નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને ST બસમાં મુસાફરી કરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમને લઇને ગાંધીનગર જિલ્લાની 300 ST બસોનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તંત્રના આ નિર્ણયના કારણે ગાંધીનગર જિલ્લાના 60 હજાર મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવશે.

 નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના લોકોને સમયસર પહોંચાડવા માટે ગાંધીનગર જિલ્લાની 300 જેટલી ST બસનો ઉપયોગ કરવામાં આવશે. જેથી ગાંધીનગર ડેપોના અંદાજીત 25,000અ, માણસા ડેપોના 11,000, કાલોલ ડેપોના 15,000 અને દહેગામ ડેપોના 10,000 લોકો સહિત કુલ 60,000 મુસાફરીને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે.

 બીજી મહત્ત્વની વાત એ છે કે, મુસાફર જ્યારે ST બસમાં મુસાફરી કરે છે ત્યારે બસની કોઈ ખાસ પ્રકારે દેખરેખ નથી રાખવામાં આવતી, ગમે તેવી બસો મુસાફરો માટે ઉપયોગમાં લેવા છે પરંતુ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જનારી બસો માટે સુચના આપવામાં આવી છે કે, બસની સફાઈ કરીને તેમાં ફસ્ટએઇડ કીટ ફરજીયાત મૂકવી અને સાથે-સાથે બસમાં હવા, પાણી અને ઓઈલની ચકાસણી કરી લેવી. આ ઉપરાંત ડેપો પર નોટીસ લગાવી દેવામાં આવી છે કે, 'તારીખ 23-02-20થી 24-02-20 બે દિવસ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ભારતના વડાપ્રધાન માનનીય મોદીજીનો રોડ-શો પ્રોગ્રામ હોઈ બસો નહીંવત ઓછી રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.'

(11:51 pm IST)