Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

ડીસામાં મોબાઈલની દુકાનમાં આગ લાગતા અફરાતફરી ;શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું તારણ

ડીસાના મોબાઇલની દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. સાંઈબાબા મંદિરના ગેટ સામે જગદંબા મોબાઈલ નામની દુકાનમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા ભેગા થઇ હતા. આ આગ શોટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગેની જાણ કરવામાં આવતા ડીસા પાલિકાના ફાયર ફાઈટર દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો

(6:08 pm IST)