Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી વધુ ૩ના મોત : અનેક કેસ

સ્વાઈન ફ્લુનો કાળોકેર યથાવતરીતે જારી રહ્યો : હજુ સેંકડો દર્દીઓ સારવાર હેઠળ હોવાથી ચિંતાનું મોજુ ફેલાયું : ઝડપથી સારવાર લેવા માટે દર્દીને કરાયેલું સૂચન

અમદાવાદ, તા. ૨૪ : સ્વાઈન ફ્લુના કારણે આજે ગુજરાતમાં વધુ ત્રણ લોકોના મોત થયા હતા. આની સાથે જ મોતનો આંકડો વધીને ૮૮ ઉપર પહોંચી ગયો હતો. આની સાથે જ કેસોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સરેરાશ ૧૦૦ કેસો દરરોજ બની રહ્યા છે. આજે સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો કાળો કેર રહ્યો હતો. વધુ ત્રણના મોત અહીં થયા હતા. આજે જે ત્રણના મોત થયા હતા તે પૈકી રાજકોટમાં એક, ગીરસોમનાથમાં એક અને જસદણમાં એકનું મોત થયું હતું. સ્વાઈન ફ્લુના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. ગઇકાલે શનિવારે પણ ત્રણના મોત થયા હતા. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના ગાળામાં આંકડા ઉપર નજર કરવામાં આવે તો દરરોજ ૧૦૦થી વધારે દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ૨૦મી ફેબ્રુઆરીના દિવસે નવા ૧૧૦ કેસો જ્યારે ગુરૂવારના દિવસે ૧૧૮ કેસો અને શુક્રવારના દિવસે ૧૦૮ કેસ નોંધાયા હતા. ગઇકાલે શનિવારના દિવસે ૮૦થી વધુ કેસો નોંધાયા હતા. સ્વાઇન ફ્લુને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદી જુદી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દર્દીઓને વિના મૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા પણ સ્વાઈન ફ્લુને લઇને આંકડા જારી કરવામાં આવ્યા છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યામાં સૌથી વધુ વધારો થઈ રહ્યો છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત વિસ્તારોમાં સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળોકેર યથાવતરીતે જારી રહ્યો છે.  એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવતા તંત્ર ચિંતાતુર બનેલું છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળો કેર જારી રહ્યો છે. રાજ્યમાં દરરોજ સેંકડો નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા સાવચેતીના તમામ પગલાં બિનઅસરકારક દેખાઈ રહ્યા છે. આ વર્ષે સ્વાઈન ફ્લુ ગ્રસ્ત કેસોની સંખ્યા ૨૫૦૦થી વધુના આંકડાને પણ પાર કરી ગઈ છે. મોતનો આંકડો પણ રોકેટગતિએ વધીને ૮૮ ઉપર પહોંચી ગયો છે. આજે વધુ ત્રણ લોકોના મોત સાથે મોતનો આંકડો ૮૮ પર પહોંચ્યો હતો. જ્યારે કેસોની સંખ્યા પણ ૨૫૦૦થી પણ ઉપર પહોંચી છે. બિનસત્તાવાર રીતે કેસોની સંખ્યા ૨૬૦૦ની આસપાસ પહોંચી છે. આની સાથે જ પહેલી જાન્યુઆરી બાદથી હજુ સુધી રાજ્યમાં સ્વાઈન ફ્લુના કુલ દર્દીઓની સંખ્યા ૨૫૦૦થી વધુ પહોંચી છે. મોતનો આંકડો રેકોર્ડ ગતિએ વધી રહ્યો છે. અમદાવાદ મનપા ક્ષેત્રમાં સ્વાઈન ફ્લુના દર્દી સૌથી વધુ નોંધાયા છે. એકલા અમદાવાદમાં મોતનો આંકડો ૧૬ ઉપર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગના કહેવા મુજબ પ્રદેશમાં ૧૬૦૦થી વધુ દર્દીઓ સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ચુક્યા છે. હજુ ૭૫૪થી વધુ લોકો જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

સ્વાઈન ફ્લૂનો આતંક...

અમદાવાદ, તા.૨૪ : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો આતંક વધી રહ્યો છે.  સ્વાઈન ફ્લુનો આતંક નીચે મુજબ છે.

સ્વાઈન ફ્લૂના કુલ કેસ.................... ૨૫૦૦થી વધુ

સ્વાઈન ફ્લૂથી મોત.............................. ૮૮થી વધુ

સારવાર હેઠળ લોકો........................... ૭૫૪થી વધુ

સ્વસ્થ થયેલા લોકો.......................... ૧૬૦૦થી વધુ

૨૪ કલાકમાં મોત........................................... ૦૩

 

(9:39 pm IST)