Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

વલસાડના ભીલાડ આરટીઓ પાસે એલપીજી ગેસ ટેન્કરમાં આગ ભભૂકી :નેશનલ હાઇવે બંધ :વાહનોની લાંબી કતારો

આગે રૌદ્રસ્વરૂપ ધારણ કરતા ફાયર ફાયટરોને આગ પર કાબુ મેળવવું મુશ્કેલ બન્યું

 

વલસાડના ભીલાડ આરટીઓ પાસે એક ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને પગલે ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

   વલસાડના ભીલાડ આરટીઓ પાસે એક એલપીજી ગેસ લઇ જતા ટેન્કરમાં અચાનક આગ લાગતા હાઇવે પર દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને પગલે તુરંત ફાયર ફાઇટરો ઘટના સ્થળે પોહચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા

 ઘટનાને વલસાડ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. જેથી હાઇવે પર લાંબી કતારો જોવા મળી હતી. ટેન્કરમાં એલપીજી ગેસ હોય જેને લઈને આગ વધુ રૌદ્રસ્વરૂપ ધારણ કરતા ફાયર ફાયટરોને આગ પર કાબુ મેળવવું મુશ્કેલ બન્યું છે. ઘટનાને 1.30 કલાક થવા આવ્યો હોવા છતાં હજી આગ કાબુમાં આવી નથી

(12:18 am IST)