Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

તાલુકા પંચાયતમાં કોંગ્રેસની પક્કડ :કેટલીય બેઠકો ખુંચવી લીધી

છોટાઉદેપુર નગરપાલિકામાં બસપાનું પલ્લુ ભારે : તાલુકા પંચાયતમાં ટાઈ પાલનપુરના સામઢી ગામે ચૂંટણી પરિણામો બાદ ધીંગાણું :ગાંધીનગરના ધણક ગામના ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમનેસામને

 

અમદાવાદ રાજ્યમાં બે જિલ્લા અને 17 તાલુકા પંચાયતની ચૂંટણીના મતગણતરીમાં ૫રિણામો જાહેર થઈ ગયા છે. તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે.ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 273 ઉમેદવારો હતા. 17 તાલુકા પંચાયતમાં કુલ 1,005 ઉમેદવારો મેદાનમાં હતાં.ગાંધીનગરમાં બે રાજકીય પક્ષો વચ્ચે મારામારીની ઘટના  સામે અાવી છે. કોંગ્રેસનો હજુ પણ ગાંધીનગરમાં દબદબો જોવા મળ્યો છે. ગાંધીનગર તાલુકા પંચાયત ભાજપ પાસે હતી. જે કોંગ્રેસે અા વર્ષે છીનવી લીધી છે. દિયોદર તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. કુલ 22 બેઠકમાંથી ભાજપને 11 અને કોંગ્રેસને 11 બેઠક મળી છે

   બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કુલ 31 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં કોંગ્રેસને 20 અને ભાજપને 11 બેઠકો મળી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેની વિન-વિન સ્થિતિ જોવા મળી છે. 436 તાલુકા પંચાયતની સીટમાંથી ભાજપને 207 અને 207 કોંગ્રેસને ફાળે ગઈ છે. અેનસીપીને 2 બેઠક મળી છે.  16 બેઠક અપક્ષને મળી છે. જિલ્લા પંચાયતમાં ખેડા બેઠક ભાજપને અને બનાસકાંઠા બેઠકમાં કોંગ્રેસનો દબદબો જળવાયો છે. બનાસકાંઠાની 66 બેઠકોમાં કોંગ્રેસને 37 બેઠકો અને બીજેપીને 28 બેઠકો મળી છે.બીજી તરફ ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતની કુલ 44 બેઠકોમાંથી બીજેપીને 28 અને કોંગ્રેસને 16 બેઠકો મળી છે. 8 તાલુકા પંચાયતો કોંગ્રેસને ફાળે અને 7માં ભગવો લહેરાયો છે. ગેનીબેન ઠાકોરના પ્રયત્નોથી ભાભર તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ છીનવી લીધી છે. બે તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે.

તાલુકા પંચાયતની ટોટલ સીટ

436 માંથી 432 પરિણામ

207 – બીજેપી

207 – કૉંગ્રેસ

2 – એનસીપી

16 – અન્ય

વલસાડ જિલ્લાના પારડી તાલુકા પંચાયતમાં ભાજપે કબજો મેળવ્યો છે. પેટા ચૂંટણીનું પરિણામમાં ભાજપના ઉમેદવારનો 422 મતે વિજય થયો છે. ભાજપે પંચલાઈ બેઠક જીતીને પારડી તાલુકા પંચાયતમાં બહુમતી મેળવી છે. અત્યાર સુધીમાં પારડી તાલુકા પંચાયતમાં ભાજપ-કોગ્રેસની 10-10 બેઠકો હતી પંચલાઇ બેઠકના પરિણામથી તાલુકા પંચાયતની સત્તાના સમીકરણ બદલાયા છે. ભાજપે એક બેઠક જીતી કોંગ્રેસ પાસેથી તાલુકા પંચાયત આંચકી લીધી છે.. જેને પગલે ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે..

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ છે.કુલ 66 બેઠકો ધરાવતી જિલ્લા પંચાયતમાં એક બેઠક પહેલેથી બિનહરીફ થઈ હતી.. એટલે 65 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી કોંગ્રેસને 35 બેઠકો મળી છે. ભાજપને 29 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો પરિણામો આવતા વિજેતા ઉમેદવારોને સમર્થકોએ વધાવી લીધા અને ફટાકડાં ફોડીને ખુશી વ્યક્ત કરી હતી..

દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટાઈ થઈ છે. કુલ 22 બેઠકોમાંથી ભાજપકોંગ્રેસ બંનેને 11-11 બેઠકો મળતા ટાઈ થઈ છે.. સવારથી મતગણતરી શરૂ થતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી હતી. 22 બેઠકો વાળી તાલુકા પંચાયતમાં કોણ સત્તા પર આવે છે તે માટે ખેંચતાણ ચાલી. પરંતુ ભાજપ-કોંગ્રેસ બંને વચ્ચે ટાઈ પડતા હવે કોણ સત્તા સંભાળે છે તેની ઉત્સુકતા જોવા મળે છે.

છોટાઉદેપુર નગરપાલિકા ત્રીજા મોચર તરીકે મેદાનમાં ઉતરેલી બહુજન સમાજ પાર્ટી પાલિકાનું સુકાન સંભાળે તેવા એંધાણ વર્તાયા છે.. અપક્ષો સહિત કોંગ્રેસની એક મહિલા સભ્યએ બસપાને ટેકો આપ્યો છે.. ત્યારે આગામી દીવસોમા કોંગ્રેસના વધુ અન્ય સભ્યો બસપાને પોતાનો ટેકો જાહેર કરે તેમ જોવાઈ રહ્યુ છે. બસપાએ 28 બેઠકમાંથી સૌથી વધુ 9 બેઠકો મેળવી છે. જ્યારે કોંગ્રેસના ફાળે 8 ને ભાજપના ફાળે માત્ર 4 બેઠકો આવી છે.

  ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રેલવે રાજ્ય પ્રધાન નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવા તેમની પત્ની મંજુલા રાઠવાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.કોંગ્રેસની ટિકિટ મળતાં અપક્ષ ચૂંટણી લડીને ત્રણ ઉમેદવારોને જિતાડનાર આદમ સુરતીએ બસવાને ટેકો જાહેર કર્યો છે. ત્યારે છોટાઉદેપુર નગરપાલિકામાં બસપાનું પલ્લુ ભારે થયું છે. બસપાની બહુમતિ થતાં કોંગ્રેસ અને ભાજપને સત્તાથી વિમુખ રહેવાનો વારો આવ્યો છે. તો હવે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 25 ફેબ્રુઆરીએ યોજાશે.

. પાલનપુરના  સામઢી ગામે ચૂંટણી પરિણામો બાદ ફટાકડા ફોડવા જેવી બાબતને લઇને ધીંગાણુ થયું હતું. જૂથ અથડામણમાં કુલ 7 લોકોને ઇજા પહોંચી જેઓને ડીસાની હોસ્પિટલમાં ખસેડાયા સામઢી ગામે ભાજપ પક્ષનો વિજય થયા બાદ સરઘસ દરમિયાન ફટાકડા ફોડવાની બાબતે બંને પક્ષો સામસામે આવી ગયા હતા જે બાદ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો

   ગાંધીનગરના ધણપ ગામમાં વિજય સરઘસ દરમ્યાન ઘર્ષણ થયું હતુ. કોંગ્રેસના વિજેતા ઉમેદવાર વનિતા સોલંકીના સરઘસમાં ઘર્ષણ થતા સ્થિતિ તંગ બની હતી. વિજય સરઘસમાં પથ્થરમારો થયો હતો.. પહેલા ગાંધીનગરમાં સેક્ટર 15ની કોલેજમાં મતગણતરી દરમિયાન ધણક ગામના ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમનેસામને આવી ગયા હતા. બંને પક્ષોના ટેકેદારો વચ્ચે મારામારી થઈ હતી.. જોકે સ્થિતિ તંગ બને તે પહેલા પોલીસે વચ્ચે પડી હળવો લાઠીચાર્જ કરી મામલો થાળે પાડ્યો હતો.. મામલે ગાંધીનગર સેક્ટર સાત પોલીસ મથકમાં દસથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે..

(9:20 am IST)