Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

બનાસકાંઠામાં સાધુ વેશમાં આવેલા ૩ લૂંટારા ઝડપાયા

બનાસકાંઠામાં લૂંટની વિચિત્ર ઘટના : લૂંટારૂઓની કાર રેતાળ વિસ્તારમાં ફસાઈ ગઈ હતી જે બાદ લોકોએ ફિલ્મ ઢબે તમામ લૂંટારૂઓને ઝડપી લીધા

બનાસકાંઠા, તા. ૨૪ : બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના જાત-ભાડલીમાં લૂંટની વિચિત્ર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભિક્ષુકનો વેશ ધારણ કરીને આવેલા ત્રણ જેટલા લૂંટારૂઓ સોના સહિત રોકડ લઇને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લૂંટારૂઓની હરિયાણા પાસિંગની કાર રેતાળ વિસ્તારમાં ફસાઈ ગઈ હતી. જે બાદ સ્થાનિક લોકોએ ફિલ્મ ઢબે તમામ લૂંટારૂઓને ઝડપી લીધા હતા.

ઘટનાની વિગતો મુજબ, બનાસકાંઠાના દાંતીવાડાના જાત-ભાડલી ગામે ત્રણ લૂંટારૂ શખ્સો સાધુ બનીને કારમાં આવ્યા હતા. અહીં રસ્તો પૂછવાના બહાને તેમણે રાહદારીને કંઈક પ્રવાહી પીવડાવ્યું, આ પાણીમાં નશીલો પદાર્થ હોઈ રાહદારી બેભાન જેવો થઈ ગયો હતો. રાહદારી કંઇ સમજે તે પહેલા જ આ ત્રણેય લોકો સોનાંની મરકી તથા રોકડ સહિતનો મુદ્દામાલ લઇને ફરાર થઇ ગયા હતા. જો કે લૂંટના ભોગ બનેલા વ્યક્તિએ ગામના લોકોને જાણ કરતા ગામના લોકોએ તેમની કારનો ટ્રક્ટરમાં પીછો કર્યાં હતો અને કાર રેતાળ જમીનમાં કાર ફસાઇ જતાં લૂંટારૂને રંગે હાથે ઝડપી પાડ્યાં હતા.

લૂંટારૂઓની કારે રેતાળ વિસ્તારમાં તેમને દગો આપતા તેઓ કાર સાથે ફસાઈ ગયા હતા. એવામાં ગામલોકો આ લૂંટારૂઓને ઝડપી પાડીને પાંથાવાડા પોલીસ મથકમાં સોંપ્યા હતા. હરિયાણા પાસીંગની મારૂતિ સ્વીફ્ટ ડિઝાયર કાર લઇને આવેલા ત્રણ શખ્સોની પૂછપરછ ચાલી રહી છે અને તેમની કાર પણ જપ્ત કરવામાં આવી છે. આ લૂંટારૂઓ અગાઉ પણ જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી ચુક્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમની કોઈ ટોળકી પણ અહીં સક્રિય છે. અત્યારે પોલીસ આ ત્રણેયની પૂછપરછ કરી રહી છે.

(8:06 pm IST)
  • અમેરિકન બ્રોડકાસ્ટિંગ લિજેન્ડ લેરી કિંગનું લોસ એન્જલસમાં સીડર-સિનાઈ મેડિકલ સેન્ટરમાં નિધન થયું છે. અહેવાલ મુજબ તેઓને COVID19 પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ 87 વર્ષના હતા. access_time 7:03 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,914 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,68,356 થઇ :એક્ટિવ કેસ 1,81,673 થયા: વધુ 13,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03, 28,738 થયા :વધુ 126 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,503 થયા access_time 11:57 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST