Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

અમદાવાદ મનપા દ્વારા રાજકીય પક્ષોના હોર્ડિંગ-બેનરો હટાવવાની કામગીરી શરુ કરાઈ

આચારસંહિતાનો સત્તાવાર અમલ કરાવવા માટે એએમસીની કામગીરી

અમદાવાદ : મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શહેરમાં આચારસંહિતાનો સત્તાવાર અમલ કરાવવા માટે એએમસી દ્વારા વિવિધ વિસ્તારોમાંથી રાજકીય બેનરો ઉતારવાની કામગીરી એસ્ટેટ ખાતાના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

 આગામી 8 ફેબ્રુઆરીના રોજ જિલ્લા,તાલુકા પંચાયત,નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે બન્ને પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. 6 મહાનગરપાલિકાના લોકો 21 ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. જ્યારે 31 જિલ્લા પંચાયત, 81 નગર પાલિકા અને 231 તાલુકા પંચાયતના લોકો 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. 6 મહાનગરપાલિકાની મતગણતરીની તારીખ 23 ફેબ્રુઆરી અને 31 જિલ્લા પંચાયત, 81 નગર પાલિકા અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન 03 ફેબ્રુઆરીના રોજ થશે.

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આચાસંહિતા લાગુ થતા તમામ રાજકીય પક્ષો દ્વારા બેનરો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે નસવાડી ગ્રામ પંચાયત તલાટી હિતેશ પરમાર દ્વારા નસવાડી ટાઉનમાં સૌથી વધુ બેનરો રાજકીય પક્ષના લાગેલ હોય જેને ઉતારવા માટેની કામગીરી શરૂ કરાઈ હતી.

(6:36 pm IST)