Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ભરૂચ કોંગ્રેસમાં ભડકો :અગ્રણી કૌશિક પટેલ સાથે 300 કરતાં વધુ કાર્યકર્તાઓએ ભાજપનો જોડાયા

કોંગ્રેસમાં ગાબડુ પડતા ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ

ભરૂચ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. રાજ્યના બંને મુખ્ય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે ભરૂચ કોંગ્રેસ અગ્રણી કૌશિક પટેલ ભાજપમાં જોડાઇ જતા રાજકારણ ગરમાયું છે. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થતા પહેલા કોંગ્રેસમાં ગાબડા પડવાની શરૂઆત થઇ ગઇ છે. 300 કરતાં પણ વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે

ગત રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતા યુદ્ધના ધોરણે રાજ્યના બંને મુખ્ય પક્ષો યુદ્ધના ધોરણે તૈયારી કરી રહ્યા છે. ત્યારે ભરૂ કોંગ્રેસમાં ભંગાણ પડ્યા છે. ભરૂચ તાલુકા પંચાયચના પૂર્વ ઉપપ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી કૌશિક પટેલ ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઝાડેશ્વર અને અંકલેશ્વરના કોંગ્રેસી કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા છે. 300 કરતાં પણ વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ સાથે હાથ મિલાવતા કૉંગ્રેસને ચૂંટણીની ઠીક પહેલા જ જબરદસ્ત ફટકો પડ્યો છે. કોંગ્રેસમાં ગાબડો પડતા ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ જોવા મળી શકે છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય આપ અને AIMIM પણ પોતાના ઉમેદવારો ઉતારવાની હોવાથી આ ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળશે. એવામાં ભાજપ અને કોંગ્રેસે પોતાની આગવી વ્યૂહરચના ઘડવી પડશે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂને ખાસ જવાબદારી સોંપી છે.

ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાન અને સમન્વયની દેખરેખ માટે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂની સીનિયર ઑબ્ઝર્વર તરીકે વરણી કરી છે.

આ અંગે તામ્રધ્વજ સાહૂએ ટ્વીટ કરીને આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, માનનીય કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલી આ મહત્વની જવાબદારીને હું સ્વીકારુ છે. ગુજરાત કોંગ્રેસના સાથીઓ સાથે મળીને અમે આ ચૂંટણી લડીશુ અને જીતીશું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપે આજથી ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમદાવાદમાં 12 નિરીક્ષકોની ટીમ 2 દિવસ સુધી ટિકિટ વાંચ્છુકોને સાંભળશે. શહેરના નારપુરા, ગોતા, સરખેજ સહિતના 36 વોર્ડ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

(6:25 pm IST)