Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ગોલવાણની સીમમાં રાત્રે મોબાઇલની બેટરીના અજવાળે જુગાર રમતા 5 જુગારીયાઓને ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના ગોલવાણ ખાતેથી જુગાર રમતા પાંચ જુગરિયાઓને પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે એક નાસી જતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.
 પ્રાપ્ત માહિતી મુજબ પ્રોહીબીશન તથા જુગારના દુષણને ડામવા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકર સિંહ તરફથી સુચના મળતા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર રાજપીપળા ડીવીઝનનાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.એ આર.ડામોરના સીધા સુપરવીઝન હેઠળ દેડીયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં નીકળેલા હતા તે વખતે બાતમીદારથી બાતમી મળેલ કે ગોલવાણ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાનાનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે,જે બાતમીના આધારે ત્યાં રેઇડ કરતા કેટલાક ઇસમો રાત્રીના અંધારામાં મોબાઇલની બેટરીના અજવાળામાં પૈસા વડે જુગાર રમતા હોય ચારેય બાજુથી કોર્ડન કરી રેઇડ કરી સ્થળ પરથી ચંદ્રકાંતભાઇ નરપત ભાઇ વસાવા, ચુનીલાલ ધનજીભાઇ વસાવા,અક્ષયભાઇ માનસીંગભાઇ વસાવા, કાશીરામભાઇ ફતુભાઇ વસાવા, સેગજીભાઇ હીરાભાઇ વસાવા તમામ (રહે.ગોલવાણ ફળીયા તા.દેડીયાપાડા જી.નર્મદા )ને અંગ ઝડતીના રોકડા રૂપિયા ૫૦૦૦  તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૨૫૦ તથા મોબાઇલ નંગ -૦૧ કિ.રૂ .૧૦૦૦ મળી કુલ કિ.રૂ .૬૨૫૦ ના જુગારના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા તથા સ્થળ ઉપરથી નાસી જનાર કરણસીંગ પ્રતાપભાઇ વસાવા રહે.ગોલવાણ ફળીયા તા.દેડીયાપાડા ને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે .

(10:58 pm IST)
  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST