Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

ATM ક્લોન કરી લાખોની ઊચાપત કરનારી ગેંગ જબ્બે

ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ-એલસીબીનો સપાટો : ભરૂચથી દહેજ જતા હાઇ-વે ઉપર પાંચ શકમંદો ઝડપાયા

ભરૂચ, તા. ૨૩ : ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ અને એલસીબી પોલીસે ગુજરાત, આંધ્રપ્રદેશ, હૈદરાબાદ તથા અન્ય રાજ્યોમાં એટીએમ કાર્ડ કલોન કરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવી લોકોના બેંકના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય યુપીની પ્રતાપ ગઢની ગેંગને ઝડપી પાડી છે. પોલીસે સાત લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત કરી ભરૂચ જિલ્લામાં બનેલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

તાજેતરમાં ગુજરાત રાજય સહિત ભરૂચ શહેર અને જિલ્લામાં એક ટોળકી દ્વારા એટીએમ કાર્ડ ક્લોનિંગ કરીને લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા હતા, જેને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર મહેનત કરી રહ્યું હતું ત્યારે આજરોજ ભરૂચ સાયબર ક્રાઈમ બ્રાંચ પોલીસ તેમજ એલસીબી પોલીસને આરોપીઓની ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

એટીએમ કાર્ડ કલોન કરી પૈસા ઉપાડતી ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ બેંક સાથે સંપર્ક કરી આરોપીનું પગેરું મેળવવા માટે પ્રયાસ કરી રહી હતી. ત્યારે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્ટથી સાયબર તથા એલસીબીની સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરી ભરૂચથી દહેજ જતા હાઇ-વે ઉપર દેહગામ ત્રણ રસ્તા ખાતેથી પાંચ શકદારોને ઝડપી પાડયા હતા. પોલીસે તેમની તલાશી લેતા તેમની પાસેથી વિવિધ બેંકના ૩૦ જેટલા એટીએમ કાર્ડ તેમજ એટીએમ કાર્ડ ક્લોનીંગ કરવા માટેના સાધનો મળી આવ્યા હતા.

ત્યારબાદ પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક તપાસ કરી ક્રોસ ઇન્ટ્રોગેશન કરતાં શકદારોએ કેફિયત જણાવેલ કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સુરત તથા હૈદરાબાદ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં ઘણા બધા લોકોના એટીએમ કાર્ડ કલોન કરી અલગ અલગ જગ્યાએથી રૂપિયા ઉપાડી ગુનાઓ આચરેલ હોવાની હકીકત સામે આવી છે. હાલના સુરતના મિત્રની મહેન્દ્ર એક્સયુવી ગાડી લઇ દહેજ ખાતે એટીએમ કાર્ડ કલોનીંગ કરવા જતા હતા, તે દરમિયાન ગેંગના સભ્યો ઝડપાયા હતા. જેમાં રાજેશકુમાર હરિલાલ સરોજ, બબલુ છોટેલાલ સરોજ, રણજીત કુમાર ધર્મરાજ સરોજ, રામકિશોર રામસુખ ગૌતમ, રણજીતકુમાર કમલેશકુમાર સરોજ

ની અટકાયત કરી તેમની પાસેથી રોકડ રકમ, લેપટોપ, એક ગાડી, એટીએમ ક્લોનિંગ રાઇટર ડિવાઇસ, અલગ અલગ કંપનીના ૧૦ મોબાઇલ મળી ,૭૦,૮૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

.ટી.એમ. કાર્ડને ક્લોન કરી લોકોના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગના પાંચ ઝડપાયા હતા. જેમની પાસે ૩૦ એટીએમ કાર્ડ, ક્લોનિંગનો મુદ્દામાલ, અને કાર મળી રૂ..૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્યારબાદ વિવિધ ગુનાના ભેદ ઉકેલાયા છે. હજુ વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શકયતા જોવાઈ રહી છે. બેક્ન ના એટીએમ કાર્ડને ક્લોન કરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવી લોકોના એકાઉન્ટ માંથી લાખો રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગને ભરૂચ સાયબર સેલ તેમજ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી પાંચ આરોપીઓ ની ૩૦ બેક્ન ના .ટી.એમ કાર્ડ અને કાર મળી કુલ રૂ..૭૦ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:04 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,198 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,54,744 થઇ :એક્ટિવ કેસ 1,82,205 થયા: વધુ 14,675 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,14 ,738 થયા :વધુ 144 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,365 થયા access_time 12:51 am IST

  • અક્ષયકુમારે જાહેર કર્યો 'બચ્ચન પાંડે'નો લુકઃ ર૬ જાન્યુઆરી ર૦રર માં રીલીઝ થશે access_time 3:16 pm IST

  • દિલ્હી એરપોર્ટ ઉપરથી કરોડોનું હેરોઈન ઝડપાયું: કરોડો રૂપિયાની કિંમતના ૯.૮ કિલો હેરોઇનના જથ્થા સાથે યુગાન્ડાના બે નાગરિકો દિલ્હી એરપોર્ટ થી ઝડપાઈ ગયા છે. access_time 4:44 pm IST