Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સુરતના બેગમપુરાના જુના લાકડાના મકાનમાં ભીષણ આગ ભભૂકી : ત્રણ મકાનો આગની ઝપટે

મનપા દ્વારા મકાન ઉતારી પાડવાની નોટીસ પણ આપી દેવામાં આવી હતી

સુરતના બેગમપુરા વિસ્તારમાં એક જુના અસલ લાકડાના મકાનમાંઆગ ભભૂકી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તાત્કાલીક 10 જેટલી ફાયરની ગાડી ઘટના સ્થળે દોડી ગઇ હતી. મકાન જુનું હોઇ અને લાકડાના સપોર્ટથી તૈયાર થયું હોય આગ આસપાસના ઘરોમાં ફણ ફેલાવાની શરૂઆત થઇ ગઇ હતી. મકાનને નુકશાન થયું હોય મનપા દ્વારા મકાન ઉતારી પાડવાની નોટીસ પણ આપી દેવામાં આવી હતી.

 આ અંગેની વિગત મુજબ સુરતના રાજમાર્ગ બેગમપુરા ખાતે આવેલ દારૂખાના રોડપરના એક જુના અસ્સલ લાકડાના સપોર્ટ થી તૈયાર કરવામાં આવેલ ગ્રાઉન્ડ પ્લસ વન ફલોરના મકાનમાં આગ ભડકી ઉઠી હતી, જેમાં ઘરમાં લાકડાનો ઉપયોગ વધારે હોવાને કારણે આગ ગણતરીના સમયમાં વિકરાળ બની ગઇ હતી. જેથી પાછળ રાણા શેરીમાં આવેલ અને આગ લાગેલા ઘરને અડિને આવેલ અન્ય ઘરમાં પણ આગ ફેલાઇ હતી. જેમાં કાપડનો જથ્થો હોઇ તેમાં પણ આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.

જોકે, ફાયર ફાઈટર પહોંચે તે પહેલા આગે અન્ય બે મકાનને પણ લપેટામાં લઈ લીધા હતા. ટોરેન્ટ પાવર, ગુજરાત ગેસ અને મનપાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મનપા દ્વારા તાત્કાલીક મકાનની હાલત જોઇને તોડી પાડવાની નોટીસ આપવામાં આવી હતી. ધારાસભ્ય અરવિંદ રાણા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને ઘટનાને જોઇને જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના ન બનવી જોઇએ.

(11:39 pm IST)
  • ૧૭ જાન્યુ. ૨૦૧૯ના રોજ દેશના સરકયુલેશનમાં રહેલ ટોટલ કરન્સી ૨૩ લાખ કરોડને વળોટી ગઈ છે અને નવો લેન્ડમાર્ક સર્જયો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે access_time 6:37 pm IST

  • મોદી સરકાર અર્થતંત્રને વેગ આપવા માટે બે જબરદસ્ત જાહેરાતો કરવાની તૈયારીમાં છે : પર્સનલ આવકવેરા સ્લેબમાં મહત્વના ફેરફારો કરી કરદાતાના ખિસ્સામાં વધુ નાણા રહે તેવુ કરવા જઈ રહી છે, જેનો લાભ સૌથી વધુ મધ્યમ વર્ગને મળશે : આ ઉપરાંત નાણામંત્રાલય એલટીસીજીનો કાયાકલ્પ કરી રહેલ છે : શેરબજારમાં પણ ખૂબ ઓછો કર આપવો પડે તે રીતે નવા કરની રચના થઇ રહી છે જેમાં રીયલ એસ્ટેટ અને પ્રાઈવેટ ઇકિવટીનો પણ સમાવેશ થશે : સરકાર એસટીસીજી (શોર્ટ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ) ઉપર પણ કર ઘટાડવાનો પ્લાનીંગ કરી રહી છે : ત્રણ થી ચાર વર્ષ કે તેથી વધુ સમય માટે રોકાણો ઉપર થયેલી તમામ આવકો ઉપર કોઈ જ ટેકસ નહિ આવે તેવુ પણ કંઇક વિચારાઈ રહ્યુ છેજ ટેકસ નહિ આવે તેવુ પણ કંઇક વિચારાઈ રહ્યુ છે access_time 6:35 pm IST

  • ફેબ્રુઆરી અને માર્ચમાં ગો એર કંપની તેની અનેક ફલાઈટો કામચલાઉ રદ્દ કરી રહેલ હોવાનું જાહેર કર્યુ છે : એરબસ અને પ્રાટ્ટ અને વ્હીટની કંપની દ્વારા નવા પ્લેનો અને એન્જીનોની સમયસર ડીલીવરી નહિં થતા આ પગલુ લેવાયુ છે : ઈન્ડિગોને એન્જીનો બદલવાનો પ્રશન પણ નડી રહ્યો છે જેને લીધે ફલાઈટો રદ્દ કરવી પડી છે access_time 6:35 pm IST