Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

બેન્ક કર્મચારીઓની હડતાળથી વેપારી સંગઠનોમાં નારાજગી:ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

જાન્યુઆરીમાં સળંગ બે દિવસ અને માર્ચમાં ત્રણ દિવસની બેન્ક કર્મચારીઓની હડતાળ

 

અમદાવાદઃપડતર માંગણીઓ સંતોષતા હડતાળ ઉપર જવા મજબૂર બેંક કર્મચારીઓની  હડતાળથી નારાજ વેપારી સંગઠનો નારાજ થયા છે અને ગુજરાત હાઇકોર્ટમાં  જાહેર હિતની અરજી કરી છે.

  જાન્યુઆરીમાં સળંગ બે દિવસ અને માર્ચમાં ત્રણ દિવસની બેન્ક કર્મચારીઓની હડતાળ સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી વેપારી સંગઠનો દ્વારા દાખલ કરાઈ છે અરજદારોની રજૂઆત છે કે આર્થીક હાડમારી ભોગવતા દેશમાં બેન્કો વારંવાર હડતાલ પાડશે તો નાના વેપારીઓનું શું થશે? અરજી અંગે આગામી અઠવાડિયે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.

  જાહેરહીતની અરજી મા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન અને અન્ય વિસ્તારોના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અરજદાર તરીકે રજૂઆત છે કે ૧૫મી જાન્યુઆરીના રોજ યુનિયન ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ૩૧મી જાન્યુઆરી અને પહેલી ફેબુ્રઆરીના રોજ ભારતભરના બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે.

  ૧૦મી માર્ચના રોજ હોળીની જાહેર રજા છે. તેથી ત્યારબાદ ૧૧મી માર્ચથી ૧૩મી માર્ચ સુધી સળંગ ત્રણ દિવસ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. અરજદારની રજૂઆત છે કે એક અંદાજ પ્રમાણે હડતાલોના કારણે ભારતભરમાં ૨૧ હજાર કરોડની નાણાંકીય વ્યવહારો રોકાશે અને ગુજરાત રાજ્યમાં ૧૨ હજાર કરોડના નાણાંકીય વ્યવહારો ઠપ્પ થશે.બેન્ક કર્મચારીઓ તેમની વિવિધ ૧૨ માગણીઓને લઇને હડતાલ પર ઉતરી રહ્યા છે. બેન્ક કર્મચારીઓની હડતાલ અવારનવારનો ઘટનાક્રમ બની રહ્યો છે.

(11:37 pm IST)