Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

હિંમતનગરમાં અગાઉ એન.આર.આઈને વાહનો ભાડે આપવાના બહાને બે શખ્સોએ 41 લાખની છેતરપિંડી આચરતા એકની ધરપકડ

હિંમતનગર: શહેરના એક રહીશ પાસેથી થોડા દિવસ અગાઉ એન.આર.આઈ ને વાહનો ભાડે આપવાના બહાને રાજકોટના તથા દહેગામ તાલુકાના બે શખ્સોએ વાહનો ભાડે લઈને રૂ.41 લાખની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ હિંમતનગર બી.ડીવીજન પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ ડિસ્ટાફ અને બી.ડીવીજન પોલીસે તપાસને અંતે રૂ.24 લાખના ચાર વાહનો કબજે લીધા હતા જોકે બાકીના બે વાહનો અમદાવાદ અને લીમડીમાં ગુનાહિત પ્રવૃતિઓમાં વપરાયેલા હોવાથી ત્યાંની પોલીસે તે બંને વાહનો પોતાને હસ્તક કરી લીધા છે. તેમ છતાં રાજકોટનો આ ઉઠાવગીર હજુ પોલીસને ચકમો આપી નાસતો ફરે છે.

 આ અંગે બી.ડીવીજનના પી.એસ.આઈ એ.એન ગઢવીના જણાવાયા મુજબ ગત તા 19 જાન્યુઆરી 2020ના રોજ બી.ડીવીજન પોલીસ સ્ટેશનમાં વાહનો ભાડે લઈ ભાડુ ન ચુકવી વાહનો પણ હડપ કરી ગયાની ફરીયાદ નોધાઈ હતી. જેથી પોલીસે  ગુનો દાખલ કરીને દહેગામ તાલુકાના સાણોદા ગામના મિહીરભાઈ રમેશભાઈ પટેલની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેની પાસેથી પોલીસે અગત્યની કડીઓ મેળવીને તેના કબજામાં રહેલ રૂ. 24 લાખની કિંમતના વાહનો કબજે લીધા હતા.

(5:19 pm IST)