Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

અરવલ્લીના ભિલોડા નજીક સાબરકાંઠાની બેન્ક શાખામાંથી 3.50 લાખ ઉઠાવી બે ગઠિયા ધોળા દહાડે રફુચક્કર

અરવલ્લી: જિલ્લાના ભિલોડા સ્થિત જિલ્લા સાબરકાંઠા સહકારી બેન્કની શાખામાંથી ધોળે દહાડે બે ગઠીયા પ્રવેશ્યા હતા.અને  કેશ કાઉન્ટરના રીશીવર કેશીયર જેવા લઘુશંકાએ ગયા કે તુરંત કેશીયર કેબીનમાં પ્રવેશેલા આશરે 15 થી 16 વર્ષની વયના ગઠીયાએ કાઉન્ટર બોક્ષમાં રખાયેલા રૂપિયા 3.50 લાખની રોકડ ચોરી લીધી હતી.બે ગઠીયાઓ દ્વારા કરાયેલ આ ચોરીની ઘટનાને લઈ જિલ્લાભર માં ભારે ચકચાર મચી હતી.

ભિલોડા ખાતે આવેલા  સાબરકાંઠા કો-ઓ.બેન્ક શાખામાં ગુરૃવારના રોજ નિયત સમય મુજબ બેન્કીંગ કામગીરી આરંભાઈ હતી. બેન્ક શાખામાં કેશ કાઉન્ટર ઉપર ફરજ બજાવતા રીશીવર કેશીયર નવનીત પટેલ 11.30 કલાકે લઘુશંકાએ ગયા હતા.

(5:18 pm IST)