Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મહેસાણાના હરિયાણામાં આંગડિયા પેઢીના પાંચ કર્મચારી પાસેથી પિસ્તોલની અણીએ અજાણ્યા શખ્સે 80 લાખની લૂંટ ચલાવી

મહેસાણા: શહેરના હરિયાણાના યમુનાનગરમાં મકાન ભાડે રાખી ત્રણ માસથી રહેતા મહેસાણાના આંગડીયા પેઢીના પાંચ કર્મચારીઓ પાસેથી પિસ્તોલની અણીએ ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખસોએ રૃ. ૮૦ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટ બાદ ભાગી રહેલા લૂંટારૃઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણભેદુ સંડોવાયેલા હોવાની આશંકા હોવાનું જાણવા મળે છે.

આંગડીયા પેઢીમાં નોકરી કરતા મહેસાણાના કંથરવી અને બલોલના સંજયરમેશઅશ્વિનઉત્તમ અને કિરણ નામના યુવાનો ત્રણેક માસથી હરિયાણામાં આવેલા યમુનાનગરના મોડલ ટાઉનમાં એક ચાર માળની બિલ્ડીંગમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. ગત બુધવારના રોજ તેઓ પોતાના રૃમમાં હતા તે વખતે કારમાં આવેલા પાંચ અજાણ્યા શખસો પૈકી ચાર જણા પિસ્તોલ સાથે તેમના રૃમમાં ધસી આવ્યા હતા. અને તેમની પાસે ૮૦ લાખની રકમ ભરેલ બેગ ઝુંટવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના વખતે ગભરાઈ ગયેલા આંગડીયાકર્મી પૈકી સંજયે પહેલા માળેથી પડતુ મુકતાં સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક એસપી કુલદિપસિંહ સ્પેશ્યલ ડિટેક્ટીવ યુનિટ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મહેસાણાના આંગડીયા કર્મીઓની પુછપરછ કરી તપાસનો દોર શરૃ કર્યો હતો. નોંધપાત્ર છે કે લૂંટ કરીને ભાગી રહેલા લૂંટારૃઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું તેમજ લૂંટની ઘટનામાં કોઈ જાણભેદુ સંડોવાયેલ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

(5:18 pm IST)