Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાજપીપળાની નવદુર્ગા હાઇસ્કુલ ખાતે નર્મદા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના યુવકોને રચનાત્મક માર્ગે વાળવા તેમજ તેમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓને કલાક્ષેત્રે કલાત્મક વાતાવરણનું નિર્માણ થાય અને આપણો પ્રાચીન વારસો દેશ દુનીયામાં ટકી રહે તે માટે કમીશનરની કચેરી નર્મદાના ઉપક્રમે કલા મહાકુંભનું આયોજન શ્રી નવદુર્ગા હાઇસ્કુલ, રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું.

  આ કાર્યક્રમમા રાજપીપળા નગરપાલીકાના પ્રમુખ જિગીષાબેન ભટ્ટ,રમત ગમત વિભાગ નર્મદાના સિનીયર કોચ વિષ્ણુ વસાવા,જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદા

પી  .એ. હાથલીયા,અરવિંદ પટેલ,શાળાનાં આચાર્યા રીનાબેન પંડ્યાની હાજરીમાં ખૂલ્લો મુકવામાં આવ્યો હતો

   નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી સ્પર્ધકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત સુંદર લોકગીત અને ભજન દ્રારા કરવામાં આવી ત્યાર બાદ સુગમ સંગીતનો કાર્યક્રમ શરૂ થયો.આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે મનહર બેન મહેતા,રશ્મિકાંત પંડ્યા તથા રામકૃષ્ણ પરમાર ઉપસ્થિત રહી પોતાની સેવા બજાવી હતી.

(4:50 pm IST)