Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સુરત મ્યુ. કમીશ્નર બંછાનિધી દ્વારા ૬૦૦૦ કરોડનું બજેટ રજૂ કર્યુઃ ૩ વર્ષમાં ૩૦ હજાર કરોડના ખર્ચે સુરતની કાયાપલટ

મેટ્રો-આઉટ ડોર રીંગ રોડ-રિવર ફ્રન્ટ-બેરેજ-ડુમસ સી ફેસ-મલ્ટિમોડ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેકટ -સ્માર્ટ સીટીનો સંકલ્પ

સુરતા તા. ર૪ :.. મ્યુ. કમિશનર બંછાનીધી પાનીએ નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ નું રૂ. ૬૦૦૦૩ કરોડનું બજેટ રજૂ કર્યુ હતું. પાલિકાનું બજેટ સ્માર્ટ સીટી થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. પાલિકા કમિશનરે સુરતને વૈશ્વિક દરજજાના સ્માર્ટ સીટી બનાવવનો સંકલ્પ જાહેર કર્યો હતો. ટેકનોલોજી અને ટ્રાન્સફોર્મેટીવ પ્રોજેકટના અમલથી સુરતની માળખાકીય સુવિધામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રાફિક અને પાર્કિંગ મેનેજમેન્ટ, મલ્ટિમોડલ ઓથોરીટીનો અમલ કરી પર્યાવરણ સુધારણા તેમજ ઇલેકિટ્રક, ગ્રીન બસનો ઉપયોગ કરી જાહેર પરિવહનને પ્રાધાન્ય આપવની જાહેરાત કરવામાં આવી છે. આગામી ત્રણ વર્ષમાં સુરતની આસપાસ ૩૦ હજાર કરોડના પ્રોજેકટ સાકાર થશે એવું કમિશનરે જણવ્યું હતું.

નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ ના રિવાઇઝડ બજેટ અને નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ ના ડ્રાફટ બજેટને રજૂ કરતા મ્યુ. કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે લાંબા સમયથી જે પ્રોજેકટની ચર્ચા ચાલી રહી છે તે તમામ પ્રોજેકટ તબક્કાવાર આગામી એક વર્ષમાં શરૂ થશે. સુરતમાં મેટ્રો રેલ પ્રોજેકટનો પહેલો કોરિડોર, રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ, રૃંઢ બેરેજ, નવું વહીવટી ભવન, રેલવે સ્ટેશનની જગ્યા પર મલ્ટિમોડ ટ્રાન્સપોર્ટ હબ, ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ, આઉટર રીંગ રોડ, ર૪ કલાક પાણી પુરવઠો, પાણી રિસાઇકલ યોજના અને બુલેટ ટ્રેન સહિતના પ્રોજેકટ આગામી વર્ષમાં શરૂ થશે. ૧ર હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકટ, ચાર હજાર કરોડના રિવરફ્રન્ટ, એક હજાર રોડના મલ્ટિમોડ ટ્રાન્સપોર્ટ હબ, પાંચસો કરોડના બેરેજ પ્રોજેકટ સહિતના કુલ ત્રીસ હજાર કરોડના પ્રોજેકટ આગામી ત્રણ વર્ષમાં સાકાર થશે. આ પ્રોજેકટ સાકાર થતા સુરતની કાયાપલટ થશે અને સુરત ખર અર્થમાં વૈશ્વિક દરજજાનું શહેર બનશે.

મ્યુ. કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે બજેટમાં પર્યાવરણ, સ્વચ્છતા શહેરી આવાસો, પરિવહન, ટેકનોલોજીનો ઉપયોગ, રિસાઇકલ પાણીનો મહત્તમ વપરાશ, ખેલકૂદ સહિતના તમમ પાસાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. નળમાંથી સીધું પાણી પી શકાય તે માટે તબકકાવાર અખ શહેરને ર૪ કલાક પાણી પુરવઠા યોજનામાં આવરી લેવાશે. આઉટર રીંગ રોડ યોજનાના કામો સુડા અને પાલિકા વિસ્તારમાં ચાલી રહયા છે. ર૦ર૦-ર૧ ના અંત સુધીમાં આઉટર રિંગ રોડ તૈયાર થઇ જશે. શહેરમાં ખાનગી વાહનોના વપરાશ પર નિયંત્રણ આવે તે માટે ગ્રીન મોબીલીટી સહિત જાહેર પરિવહન સેવા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.

(4:41 pm IST)