Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સુરતમાં મારૂતિ કંપનીની કારમાં એક જ વર્ષમાં કાટ લાગી જતા રીપેરીંગ માટે ૨ મહિનાથી ધક્કા ખાતા યુવકે કારને ઉંટની પાછળ બાંધીને રોડ ઉપર ફેરવતા કંપનીઓના અધિકારીઓ થયા દોડતા

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં કારને ઊંટ સાથે બાંધી ફેરવતા જોઈ લોકો પણ આશ્ચર્ય માં મુકાઈ ગયા હતા. યુવકે ખરીદેલી મારુતિ કમ્પનીની કારને એક વર્ષમાં જ કાટ લાગી જતાં તેમજ તેના રિપેરિંગ માટે બે માસથી ધક્કા ખવડાવતા યુવાન આટલી હદ્દે ઉશ્કેરાઈ જઈ કમ્પનીના વરાછા વિસ્તારમાં આવેલ સર્વિસ સ્ટેશન સુધી કારને ઊંટની પાછળ બાંધી ફેરવતા કંપનીના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.

વરાછાનાં રણજિત નગર ખાતે રહેતાં યોગેશ અંટાણાએ વર્ષ 2019માં મારુતિની કાર ખરીદી હતી. પણ આ કારમાં કાટ લાગવા લાગ્યો હતો. આ અંગે યોગેશે કમ્પનીના વર્કશોપમાં બોડી રિપ્લેસ માટે ફરિયાદ કરી હતી. પરંતુ વર્કશોપના કર્મીઓ એપ્રુવલ અંગે વાત કહી હતી. જેણે બે મહિના થઈ ગયા હતા. છેલ્લા બે મહિનાથી ધક્કા ખવડાવતા હોવાનું યોગેશે આરોપ પણ કર્યો હતો. આખરે છેવટે યોગેશે પોતાની કારને ઊંટ સાથે બાંધી વરાછા રોડ પર ફેરવી હતી. યોગેશ કારધારકે ઊંટ કારને વર્કશોપમાં લઈ જતાં વર્કશોપના કારધારક વચ્ચે રકઝક પણ થઈ અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે કોઈ પોલીસ ફરિયાદ દાખલ હાલ થઈ નથી.

(4:37 pm IST)