Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મુસ્લિમ સંસ્થા દ્વારા ૨૨ ઠાકોર કન્યાના સમૂહ લગ્ન સંપન્ન

કાજીપુરા (ખેડા) ગામે કોમી એકતાની અનેરી મિશાલ

રાજકોટ તા.૨૪: ખેડા તાલુકાનાં કાજીપુરા ગામમાં કે.જી.એન. ગૃપ દ્વારા ઠાકોર સમાજની ૨૨ દીકરીઓને ધામધૂમથી પરણાવાઈ હતી.

આ લગ્નોત્સવનું આયોજન કે.જી.એન. ગૃપનાં બેટડીલાટનાં  મુસ્લિમ સંધી દલપોત્રા સમાજનાં કાળુભાઈ સુમારભાઈ સંધી અને ખમીસાભાઈ સુમારભાઈ સંધી પરીવાર દ્રારા કરાયું હતું.

કાજીપુરામાં રાજકીય અગ્રણીઓ સહિત એમ.પી. દેવુસીહ, એમ.આઇ.એ. અર્જુનસીહ ચૌહાણ, એમ.આઇ.એ. કેશરીસીહ, એમ.આઇ.એ. ઈમરાનભાઇ ખેડાવાળા,  નવદંપતીઓને આર્શીવાદ આપવા ઉપસ્થિત રહેલ.

ખેડા તાલુકાનાં  કાજીપુરા, વૈકુંઠપુરા, વણઝારિયાપુરા, ગામની ઠાકોર સમાજની ૨૨ દિકરીઓ ને હિન્દુસમાજ ની વિધિવત રીતે પરણાવીને કન્યાદાન પણ કર્યું હતું.

આ ઉપરાંત દિકરીઓને પાનેતર સહિત ફ્રીજ,ટીવી,તીજોરી,સહીત ૨૨વસ્તુઓની ભેટ આપી હતી.

આ મુસ્લિમ પરીવારનાં સેવાયજ્ઞમાં તેમના મિત્રો ત્થાં ગ્રામજનો ભેદભાવ વિના જોડાયા હતાં. આમંત્રીત મહેમાનો તરફથી આવેલ રોકડ રકમ નવદંપતીઓને સરખાભાગે વિતરણ કરવામાં આવી હતી.આ ક્રાર્યકમમાં ૬ હજારથી વધુ હિન્દુ-મુસ્લિમ મહેમાનો ઉપસ્થિત રહા હતાં.અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.મુન્નાભાઈ સાથે ખભે-ખભા મીલાવીને કામ કરીને હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળયું હતું.

સંધી દલપોત્રા સમાજનાં  ગૃપ ગામેતી જા વાવડ ગૃપનાં સભ્ય,ખેડાનાં રહીસ  હાજી ખમીસાભાઈ સુમારભાઈ બુઘિયાને આ નેક કામ કરવા બદલ પુરા સંધી દલપોત્રા સમાજ વતી સલીમ ઈસ્માઇલભાઇ બાંભણીયા એ શુભેચ્છાઓ પાઠવી હતી.

(4:18 pm IST)