Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

એમની મેટર હાઇકોર્ટમાં પેન્ડિંગ છે : ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ નારાજ થતાં મંત્રી કૌશિકભાઈએ કર્યો ખુલાસો

સમગ્ર રાજ્યમાં કોઈ પણ તળાવ માં કામગીરી માટે હાઇકોર્ટની મંજૂરી લેવી પડે છે

અમદાવાદ : ભાજપના મોવડીઓએ માંડ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનો ગુસ્સો શાંત કર્યો ત્યાં તેમના જ જિલ્લાના અન્ય ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો તો સાતમા આસમાને છે. તેમના વિસ્તારના કામ ન થતાં હોવાથી તેમણે રાજીનામાની ચીમકી આપી છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઇલ પેન્ડિંગ હોવાથી મધુ શ્રીવાસ્તવે અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી છે

   ધારાસભ્યએ મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પર આરોપ મૂકતા કહ્યું કે, વાઘોડિયાના તળમાં મંદિર બનાવવા મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલી વિભાગ પાસે મંજૂરી માગી હતી. કૌશિકભાઇએ હજુ મારું કામ કર્યું નથી, તેઓ જૂઠ્ઠા છે. જો મારું કામ નહિ થાય તો રાજીનામુ આપી દઈશ.

(12:06 pm IST)