Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

યુવતીની સાથે વારંવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરાયું હતુ

સાયરાની યુવતીના કેસમાં પીએમ રિપોર્ટમાં ખુલાસો : યુવતી પર સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યથી મળાશયનો ભાગ બહાર નીકળી ગયો : પોલીસે તપાસ ધમધમાટ આગળ ધપાવ્યો

અમદાવાદ,તા. ૨૩ :સાયરા(અમરાપુર)ની ૧૯ વર્ષીય કોલેજિયન ગર્લના અપહરણ, ગેંગરેપ અને હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે કે, ભોગ બનનાર યુવતી સાથે વારંવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેના ગળામાં ઈજાના નિશાનથી એવું લાગે છે કે તેને જબરદસ્તી ફાંસીએ લટકાવી દઈને મારી હતી. એ પહેલા તેને જમીન પર ઢસડી હતી અને પછી વડ પર લટકાવી દીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ કોલેજિયન ગર્લની સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. એટલી હદ સુધી કે, તેના મળાશયનો એક ભાગ બહાર નીકળી ગયો હતો. તેમજ તેના ડાબા સ્તન પર ઈજાના નિશાનો હતો અને સ્તનના ઉપરના ભાગે જોવા મળ્યા હતા. ઉપરાંત તેના ડાબા ખભા પર ઈજાઓના નિશાન હતા તથા ડાબા અંગૂઠા પર ઈજા થઈ હતી. ગળાના ભાગે નિશાન હોવાથી એવું સાબિત થાય છે કે તેને જબરદસ્તી ફાંસીએ લટકાવી દેવાઈ હતી.

              યુવતીને મારતા પહેલા તેને ઢસડવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસે હવે ખૂબ જ ચકચારભર્યા અને સંવેદનશીલ એવા આ કેસમાં તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. મોડાસાના સાયરા(અમરાપુર)ની તા.૩૧મીએ ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી તા.૫ જાન્યુઆરીએ લાશ મળી હતી. આ કેસમાં તા.૧૧ જાન્યુઆરીએ એસસી-એસટી સેલના ડીવાયએસપીએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં રાજ્ય પોલીસ વડાએ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી અને પાછળથી એસઆઈટી રચાઈ હતી. પોલીસે તા.૨૧ જાન્યુઆરીએ ત્રણેય આરોપીને સીટએ કોર્ટમાં રજૂ કરીને ૫ દિવસની સામે ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તપાસમાં આરોપીઓ અને યુવતીના મોબાઈલ સંપર્ક ખુલ્યા હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતીસાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય અનેતેને લટકાવી દેવામાં આવી હોવાનો ખુલાસો થતાં યુવતીના પરિવારજનો તથા અન્ય સગાવ્હાલા અને સમાજમાં ઉગ્રઆક્રોશની લાગણી ભભૂકીઉઠી છે અને આરોપીઓનેઝડપથી ફાંસીની આકરી સજા ફટકારવા માંગ ઉઠાવી હતી.

(9:45 pm IST)