Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

સિદ્ધપુરના સુજાણપુર પીકઅપ સ્ટેન્ડ નજીક પોલીસે બાતમીના આધારે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

સિધ્ધપુર:હાઈવે પર સુજાણપુર પીકઅપ સ્ટેન્ડ પાસે પોલીસને મળેલ બાતમી આધારે એક ગાડીની તપાસ કરતાં તે ગાડીમાંથી પરપ્રાંતીય વિદેશી દારૂ ઝડપાયો હતો. જ્યારે ગાડીમાં બેઠેલા ત્રણ ઈસમો ગાડી મુકી નાસી છુટયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સિધ્ધપુર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સિધ્ધપુર પી.આઈ.ને મળેલ બાતમી આધારે સિધ્ધપુર હાઈવે સુજાણપુર પીકઅપ સ્ટેન્ડ પાસે દારૂ ભરેલી કારને રોકતા કારમાં બેસેલા ત્રણ અજાણ્યા ઈસમો પોલીસની નાકાબંધી જોઈ ગાડી મુકી ત્રણેય અજાણ્યા ઈસમો નાસી ગયા હતા. જે ગાડીમાં તપાસ કરતા ગાડીમાં જ ગેરકાયદે પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી કુલ નંગ ૨૦૪ કિં. રૂ. ૪૧,૪૦૦ તથા સ્વીફ્ટ કાર કિં. રૂ. ૪,૦૦,૦૦૦ સહિત મળી કુલ રૂ. ૪,૪૧,૪૦૦ના મુદ્દામાલ પકડી પાડી તેમજ નાસી જનાર ત્રણેય અજાણ્યા ઈસમો વિરુધ્ધ ગુનો નોંધી સિધ્ધપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

(5:38 pm IST)