Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

અમદાવાદની માધુપુરા બેન્કમાંથી 10 કરોડની લોન લઈને ફરાર આરોપી રમેશ શેઠ 12 વર્ષ બાદ મુંબઈથી ઝડપાયો

બેંકમાંથી ગેરકાયદે 10 કરોડનું ધીરાણ મેળવી ભરપાઇ કર્યું નથી :2005થી આ ગુન્હામાં ફરાર મુખ્ય આરોપી રમેશને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો

 

અમદાવાદ :અમદાવાદની માધુપુરા બેન્કમાંથી 10 કરોડની લોન લઈને ભરપાઈ નહીં કરનાર ફરાર આરોપી રમેશ શેઠને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ઝડપી લીધો છે વર્ષ 2000થી 2003 દરમિયાન અમદાવાદની માધુપુરા મર્કન્ટાઇલ બેંકમાંથી 10 કરોડની લોન ગેરકાયદે રીતે લઇ તેની ભરપાઇ નહી કરવાના આરોપી રમેશ સમર્થમલ શેઠને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા 12 વર્ષ બાદ મુંબઇથી ઝડપી લેવાયો છે .

  અંગે મળતી વિગત મુજબ અમદાવાદની માધુપુરા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક,શાહીબાદ ખાતેથી મુંબઇની જી કે.બિલ્ડર્સ નામની ભાગીદારી પેઢી તથા મુખ્ય સૂત્રધાર રમેશ સમર્થમલ શેઠ તથા તેના પિતા માતા અને અન્ય આરોપીઓની સાથે મળીને જે તે વખતના માધુપુરા મર્કન્ટાઇલ બેંકના ચેરમને અને સીએમડી દેવેન્દ્ર ભગવાનજી પંડ્યા સાથે મળી બેંકમાંથી ગેરકાયદે રીતે રૂપિયા 10 કરોડનું ધીરાણ મેળવ્યું હતું અને ત્યાર બાદ તેને ભરપાઇ કર્યું હતું.

   વર્ષ 2005થી ગુન્હામાં ફરાર મુખ્ય આરોપી રમેશ સમર્થમલને ડી.જી.પી.સીઆઇડી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવી મુંબઇથી ઝડપી પાડવામાં આવ્યો છે જી કે બિલ્ડર્સના ભાગીદારોએ જાહેર જનતાના ડીપોઝીટ સ્વરૂપના નાણા લોન રૂપી ગુન્હાહીત વિશ્વાસઘાતથી મેળવી કાવતરુ પાર પાડી લોનના નાણા રૂપિયા 14,18,11,919 બેંકમાં પરત ભરપાઇ કરી બેંકના શેરહોલ્ડર્સ, ડીપોઝીટર્સ સાથે ગુન્હાહીત વિશ્વાસઘાત છેતરપીંડી સબબ ફોર્જરીનો ગુનો કર્યો હતો.

(9:02 am IST)